‘X’માં આવ્યું ફરી નવું અપડેટ, બ્લોક થશો તો પણ આ ફાયદો
Elon Musk: એલન મસ્કે જ્યારથી X નો હવાલો સંભાળ્યો છે ત્યારથી નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. જોકે એલન મસ્ક પોતે પણ હમેંશા ચર્ચામાં રહે છે. હવે ફરી એક વખત મસ્કએ X માટે નવું અપડેટ બહાર પાડી દીધું છે.
Xમાં આવ્યું નવું અપડેટ
એક્સના માલિક અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હમેંશા ચર્ચામાં રહે છે. તે પોતાના નિવેદનથી હોય કે પછી પોતાની એપને આધારે હોય. કોઈને કોઈ રીતે તેઓ હમેંશા ચર્ચામાં રહે છે. . હવે મસ્કએ X માટે નવું અપડેટ બહાર પાડ્યું છે. જેમાં નવા અપડેટ પછી, જો કોઈ તમને X નંબર પર બ્લોક કરે તો પણ તમે તેની પોસ્ટ્સ જોઈ શકશો. એલન મસ્કે Twitterને સંભાળ્યા પછી ઘણા ફેરફારો કર્યા છે.
આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત
લોકોને બ્લોક કરે
ઘણીવાર લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ કારણોસર કોઈને બ્લોક કરી દેતા હોય છે. અવરોધિત વપરાશકર્તાઓ અન્ય વ્યક્તિએ શું પોસ્ટ કર્યું છે તે જાણવામાં અસમર્થ છે. જો કે, હવે X પર આવું થશે નહીં. એલન મસ્કે બ્લોકીંગ ફીચરમાં ઘણો મોટો ફેરફાર કર્યો છે. બ્લોક કરેલ યુઝર એ જોઈ શકશે નહીં કે કોને પોસ્ટ લાઈક કરી અને કોને કોમેન્ટ કરી. આ નવું ફરી અપડેટ સામે આવ્યું છે. જેમાં ચોક્કસ યુઝર્સને ફાયદા થશે. તમને જણાવી દઈએ કે આ ફેરફારની માહિતી Xની એન્જિનિયરિંગ ટીમે તેના સત્તાવાર X એકાઉન્ટ દ્વારા આપી હતી. બીજી બાજૂ યુઝર્સને પણ આ વિશે માહિતી નોટિફિકેશન થકી મોકલી દેવામાં આવી છે.