September 17, 2024

ભીના રસ્તા પર હવે નહીં થાય વાહન સ્લીપ, સેન્સરવાળું સ્કૂટર તૈયાર

Electric Scooter Safety Features: કોઈપણ ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર ચલાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. હવે એવું બને કે, અકસ્માત થવાના અમુક સમય પહેલા જ વાહન કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે તો? આ શક્ય છે. હજુ પણ ખરાબ રોડ કે કોઇપણ કારણોસર કોઇપણ અકસ્માત થઇ શકે છે. આ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે, ઓટોમેકર્સ સતત તેમના વાહનોમાં નવી સુરક્ષા સુવિધાઓ ઉમેરે છે, જેથી લોકોને વધારાની સલામતીની ખાતરી આપી શકાય. ફોર વ્હિલર્સમાં એરબેગ બાદ હવે ટુ વ્હિલર્સે ઓટો સેન્સર ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવું સ્કૂટર તૈયાર કર્યું છે.

સેફ્ટિ ફિચર્સ રહેશે કાયમ
Ather Energy એ તેના સ્કૂટરમાં એક સેફ્ટી ફીચરનો સમાવેશ કર્યો છે. જે વાહનને સ્લપરી સર્ફેસ પરથી લપસતા અટકાવે છે. જેના કારણે સ્લીપ થવાના કેસ ઓછા બને. આ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદકે વાહનમાં ARAS (એડવાન્સ્ડ રાઇડર આસિસ્ટન્સ સિસ્ટમ) ઇન્સ્ટોલ કર્યું છે. સ્કૂટરમાં આ નવી સિસ્ટમ સવારની સુરક્ષા વધારવાની છે. ખાસ કરીને અકસ્માતના કેસ ઘટાડવા માટે આ ટેકનોલોજી પાવરફૂલ સાબિત થઈ શકે એમ છે. સ્કિડ કંટ્રોલ અને ફોલ સેફ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. તેના સ્કિડ કંટ્રોલ ફીચરની વાત કરીએ તો, તેમાં ટ્રેક્શન કંટ્રોલ લગાવવામાં આવ્યું છે. જે મોટરને આપવામાં આવતા ટોર્કને કંટ્રોલ કરે છે. આ ફીચર સ્કૂટરની સ્પીડને ઓટોમેટિક ટ્રૅક કરશે અને ઘટાડશે. વાહનને ઓટોમેશનની મદદથી ખ્યાલ આવશે કે વ્હીલ ટ્રેક્શન ગુમાવ્યું છે. જો વ્હીલ રસ્તા સાથે સંતુલન ગુમાવે છે, તો સ્કૂટરની ગતિ આપોઆપ ઓછી થઈ જશે.

આ પણ વાંચો: ઈ વ્હીકલને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રૂપિયા 278 કરોડનું પ્લાનિંગ

સ્લિપરી રોડ પર હવે નહીં થાય ગાડી સ્લીપ
આ સુવિધા એવા સ્થળોએ લોકોને મદદ કરી શકે છે જ્યાં વધુ લપસણો હોય. જેમ કે રસ્તા પરના પાણી ભરાયેલા વિસ્તારોમાં, ખડકાળ રસ્તાઓ પર અથવા રેતી પર. કંપનીએ કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં જ સ્કૂટરમાં આ નવા સેફ્ટી ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.ફોલ સેફ ફીચર પણ લોકો માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ફીચર દ્વારા સ્કૂટર જેવી જ ખબર પડે છે કે વાહન પડવાનું છે, તો આ ફીચર એક્શનમાં આવે છે અને પૈડામાંથી પાવર પરત લઈ લે છે. તેનાથી વાહનને લાંબા અંતર સુધી ખેંચાતા બચાવી શકાય છે.