December 24, 2024

Election Result: PM નરેન્દ્ર મોદી આજે સાંજે બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લેશે

Assembly Election Result: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવી ગયા છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીના ગઠબંધનનો જંગી વિજય જોવા મળ્યો છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી 200થી વધુ બેઠકો પર મહાયુતિ આગળ ચાલી રહી છે. ભાજપનું વિવિધ રાજ્યોમાં વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણીમાં સારું પ્રદર્શન જોવા મળ્યું છે. નરેન્દ્ર મોદી પણ ભાજપની આ જીતથી ખુશ જોવા મળી રહ્યા છે. નરેન્દ્ર મોદી આજે સાંજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયની મુલાકાત લેશે. જ્યાં તેઓ કાર્યકરોને સંબોધિત કરશે.

આ પણ વાંચો: મહાયુતિને બહુમતી મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસની માતાએ આપ્યું નિવેદન

દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર સીએમ
ભાજપ, શિવસેના અને એનસીપીના ગઠબંધન મહાયુતિએ 220થી વધુ બેઠકો પર લીડથી જીત પ્રાપ્ત કરી છે. માનવામાં આવે છે કે દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર રાજ્યના સીએમ બની શકે છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની રચના સાથે જ નાયબ મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસનું નિવેદન લામે આવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસની માતાએ તેમને અભિનંદન સાથે આશીર્વાદ આપ્યા છે. દેવેન્દ્ર ફડણવીસની માતાએ કહ્યું કે મારો પુત્ર રાજ્યમાં મોટો નેતા બન્યો છે. તે દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ સખત મહેનત કરે છે.