May 12, 2024

ચૂંટણી પંચ સરકારની સૂચનાઓ પર કામ કરે છે: કપિલ સિબ્બલ

દિલ્હી: લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વચ્ચે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ફરી એકવાર ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે પ્રહારો કર્યો છે. તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડના નામે મોટું કૌભાંડ થઈ રહ્યું છે.

ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે પ્રહારો
કપિલ સિબ્બલે ફરી એકવાર ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે પ્રહાર કર્યા છે. ઈલેક્ટોરલ બોન્ડના નામે મોટું કૌભાંડ થઈ રહ્યું છે. જેનો સીધો ફાયદો સીધો ભાજપને થઈ રહ્યો છે. આ વિશે ભાજપે જવાબ આપવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ED માત્ર વિપક્ષી નેતાઓ પર દરોડા પાડી રહી છે. તેમણે અરવિંદ કેજરીવાલને લઈને પણ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે આજ નહીં તો કાલ કેજરીવાલની ધરપકડ તો થઈ જ જશે. ચૂંટણી પંચ સરકારના કહેવા પ્રમાણે કરે છે.

આ પહેલા પણ કર્યો હતો કટાક્ષ
આ પહેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી સામે આવી હતી ત્યારે સિબ્બલે પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ‘X’ પર પોસ્ટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે “ઇલેક્ટોરલ બોન્ડના દાતાઓ, બદલામાં લાભ સ્પષ્ટપણે દેખાઈ આવે છે.” ચૂંટણી પંચને બોન્ડની વિગતો આપતાની સાથે જ વિરોધ પક્ષના મોટા ભાગના નેતાઓ એ પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી હતી. અલગ અલગ પ્રકારના નિવેદન આપવામાં આવી રહ્યા છે.

ઈલેક્ટોરલ બોન્ડ શું છે?
આ બોન્ડની શરૂઆત વર્ષ 2018માં થઇ હતી. આ બોન્ડને લાગુ કરવા પાછળનો વિચાર એ હતો કે તેનાથી રાજકીય ભંડોળમાં પારદર્શિતા વધશે અને નાણાં આવશે. આમાં વ્યક્તિઓ, કોર્પોરેટ અને સંસ્થાઓ બોન્ડ ખરીદે છે અને રાજકીય પક્ષોને દાન તરીકે આપે છે અને રાજકીય પક્ષો આ બોન્ડ્સને બેંકમાં રોકીને નાણાં મેળવી શકે છે. ભારતીય સ્ટેટ બેંકની 29 શાખાઓને ઈલેક્ટોરલ બોન્ડ જારી કરવા અને રોકડ કરવા માટે અધિકૃત કરવામાં આવી હતી. આ શાખાઓ નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, ગાંધીનગર, ચંદીગઢ, પટના, રાંચી, ગુવાહાટી, ભોપાલ, જયપુર અને બેંગલુરુમાં આવેલ છે.