November 14, 2024

જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના વડીલોએ ઉજવ્યો રક્ષાબંધનનો પર્વ

અમદાવાદ: આજે દેશભરમાં રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. વૃદ્ધાશ્રમના વડીલોએ કરી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેન ભાઈની ઘરે જઈ રક્ષા કરવા રાખડી બાંધી રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવે છે. ત્યારે પરિવારથી વિખૂટા પડેલા અને જીવનનો અંતિમ સમય વિતાવી રહેલા વૃદ્ધાશ્રમના વડીલો પણ રક્ષા બંધનના પર્વને હરખભેર મનાવ્યો.

નારણપુરમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા પરિવારથી અલગ થઈ રહેતા વૃદ્ધા દાદા વૃદ્ધા બા વૃદ્ધાશ્રમમાં રહીને પણ પરંપરાગત તહેવારોની ઉજવણી કરતા હોય છે. ત્યારે નારણપુરામાં આવેલ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી અહીં પોતાનું જીવન વિતાવી રહેલા બા-દાદાઓએ રક્ષાબંધનનો પર્વ હરખભેર મનાવ્યો. બહેન ભાઈ ને રાખડી બાંધી તેની સમૃદ્ધિ તેમજ દીર્ઘાયુ જીવન માટે માટે પ્રાર્થના કરતી હોય છે ત્યારે દેશભરમાં પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં પણ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં પરિવારથી છુટા પડેલા વૃદ્ધોએ એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી. રક્ષાબંધનના આ પર્વ નિમિત્તે વૃદ્ધ મહિલાઓએ વૃદ્ધ પુરુષોને રાખડી બાંધી આજના આ દિવસે ઉજવણી કરી. પ્રાર્થનાથી શરૂઆત કરી રક્ષાબંધનના ગીત ગાઈ ને રાખડી બાંધી એકબીજાને મોઢું મીઠું કરાવ્યું હતુંપરિવારમાંથી ઘણી બહેનો પણ ભાઈને મળવા માટે રાખડી બાંધવા માટે આવતા હોય છે ત્યારે લાગણી ભર્યા દ્રશ્યો સર્જાતા હોય છે. પણ જે બહેન ભાઈ ને રાખડી બાંધી શકતી નથી તેમના વૃદ્ધ બહેન ભાઈ ને રાખડી બાંધી આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખે છે ત્યારે અહીં રક્ષાબંધનના પર્વ નિમિત્તે પરિવાર ને યાદ કરી હરખભેર જીવન જીવતા દાદા દાદી પોતાનું જીવન વિતાવી રહ્યા છે.