November 26, 2024

પાલડીમાં સર્પદંશથી વૃદ્ધ ઘાયલ, એનિમલ લાઈફ કેર દ્વારા કરાયું સાપનું રેસ્ક્યૂ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના પાલડીની એક સોસાયટીમાં સવારે એક વૃદ્ધ વડીલ પક્ષીઓને ચણ નાખવા જતા કોમન પ્લોટ પગની અંદર સાપે બાઈટ કરતાં સોસાયટીમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. વૃદ્ધને તાત્કાલિક જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.

એનીમલ લાઈફ કેર દ્વારા સાપનું રેસ્ક્યૂ કરાયું
સોસાયટીમાં રહીશો જણાવ્યું હતું કે સાપે દંશ મારીની છુપાઈ ગયો હતો. સાંજે સાપ નજરે જોવા મળતા સોસાયટીના રહીશોએ તાત્કાલિક એનિમલ લાઇફ કેરના વિજય ડાભીને જાણ કરી હતી. એનિમલ લાઇફ કેરના વિજય ડાભી દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બે થી અઢી કલાકની જહમત બાદ અઢી ફૂટના રસલ્સ વાયપર સાપનું રેસ્ક્યૂ કર્યું હતું. બાદમાં સાપને અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

વિજય ડાભી જણાવ્યું કે ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે સાપ કરડવાના કિસ્સા બનતા હોય છે ચોમાસામાં સાપનું ઝેર તીવ્ર હોય છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે મોટેભાગે સાપ કરડવાના કિસ્સા તેની ઉપર પગ પડવાના કારણે બનતા હોય છે. સાપ ક્યારે ઘરમાં આવી અને સામેથી ડંખ મારતો નથી. એટલે નાગરિકે તેનાથી ડરવું જોઈએ નહીં. જો સાપ આપના ઘરમાં કે આજુબાજુ દેખાય તો તેની ઉપર ધ્યાન રાખી અને બીજા વ્યક્તિ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હતા એનિમલ હેલ્પલાઇનમાં ફોન કરવો જોઈએ અને ઓળખ વગર સાપ ને જાતે પકડવાની કોશિશ કરવી ન જોઈએ.

રેસ્ક્યુ કરવામાં આવેલ સાપ રસલ્સ વાયપર સ્નેક હતો જેને સામાન્ય ભાષામાં ખડચીતરો કહેવામાં આવે છે. તેમાં હોમો ટોક્સિન નામનું ઝેર હોય છે. તે લોહીને ગંઠાવી દેવાની ક્ષમતા ધરાવે છે અને તાત્કાલિક હોસ્પિટલ ના જાઓ અને સારી ટ્રીટમેન્ટ ના મળે તો કોઈ અંગ પણ કાપવું પડતું હોય છે અને અથવા એનો જીવ પણ જતો હોય છે ક્યારે પણ કોઈ સાપ કરડે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચી અને સારવાર કરાવી જોઈએ જો સમયસર પહોંચી જશો તો અવશ્ય જીવ બચી જશે.

તાત્કાલિક એનિમલ લાઈક કેરના વિજય ડાભી તેઓ હોસ્પિટલ પહોંચી અને સાપનું બાઈટ જોઈ અને ડોક્ટરને માહિતગાર કર્યા હતા અને સાપ કરડનાર વ્યક્તિને હિંમત આપી હતી વિજય ડાભી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાપ કરડવા કરતા લોકો તેના ભયથી લોકો ડરીને મૃત્યુ પામતા હોય છે.