December 28, 2024

એકનાથ શિંદેએ રાજ્યપાલને સોંપ્યું રાજીનામું, હવે કોણ બનશે CM?

Maharashtra CM: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ હવે નવી સરકારની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે સીએમ એકનાથ શિંદે આજે સવારે રાજભવન પહોંચ્યા હતા. શિંદેએ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું . આ સમયે એકનાથ શિંદેની સાથે અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટેના નામ હજૂ નક્કી થયા નથી. કહેવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ટીમના સભ્યોને IPL Auctionમાં આટલા મળ્યા પૈસા

મુખ્યમંત્રીનું નામ નક્કી નથી
હાલ મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ હશે તે નક્કી નથી. મુંબઈથી લઈને દિલ્હી સુધી એ ચર્ચા છે કે આગામી સીએમ કોણ બનશે. એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની બેઠક યોજાઈ હતી. બાવનકુળેએ કહ્યું કે અમને સરકાર બનાવવાની કોઈ જ ઉતાવળ નથી. અમારા પક્ષના નેતાઓ મળીને નક્કી કરશે કે આગામી સીએમ કોણ હશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે એટલે કે આજથી પુર્ણ થઈ રહ્યો છે. જેને કારણે એકનાથ શિંદેએ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને બહુમતી મળી છે. કોણ આગામી સીએમ બનશે તે અંગે કોઈ સ્પષ્ટ થયું નથી.