February 20, 2025

એકનાથ શિંદે પોતાનું મેડિકલ હેલ્પ સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છે…!

Devendra Fadnavis Vs Eknath Shinde: મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા પછી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેનો કોલ્ડ વોર કોઈથી છુપાયેલો નથી. એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનવાની આશા હતી, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી બનીને તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું. ત્યારથી, ‘કોલ્ડ વોર’ના સમાચાર સતત આવી રહ્યા છે.

આ દરમિયાન, એકનાથ શિંદે હવે એક્શન મોડમાં આવી ગયા છે. શિંદેએ તેમના પક્ષના તમામ મંત્રીઓને ફિલ્ડ પર જઈને કામ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે, એકનાથ શિંદે 4 માર્ચે નાયબ મુખ્યમંત્રી સહાયતા Health Assistance Cellનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નામે એક મેડિકલ વોર્ડ પહેલેથી જ ખુલ્લું છે, પરંતુ હવે શિંદેની એન્ટ્રી પછી, બે મેડિકલ વોર્ડન હશે. હવે એવી પણ ચર્ચા થઈ રહી છે કે શું શિંદેએ ફડણવીસને પડકારવા માટે આ ફોર્મ્યુલા અપનાવી છે.