January 7, 2025

‘દાદાને સવાર-સાંજ શપથ લેવાનો અનુભવ’, પવારના નિવેદન પર શિંદેની મજાક

Eknath Shinde comment: દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજે વહેલી સવારે મહાયુતિના નેતાઓ રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ પછી મહાયુતિના ત્રણ નેતાઓ (એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર)એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં એકનાથ શિંદે અને અજિત પવાર એકબીજાના નિવેદનોની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા.

‘દાદાનો સવાર-સાંજ શપથ લેવાનો અનુભવ’
પ્રેસ કોન્ફરન્સ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે અને NCP વડા અજિત પવાર પણ આવતીકાલે નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે, ત્યારે શિવસેનાના વડા એકનાથ શિંદેએ કહ્યું, ‘સાંજ સુધી રાહ જુઓ’. એનસીપીના વડા અજિત પવારે તરત જ જવાબ આપતા કહ્યું, ‘તેઓ સાંજ સુધીમાં સમજી જશે, હું શપથ લઈશ, હું રાહ જોઈશ નહીં. જે બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભારે હાસ્ય સર્જાયું હતું. આ પછી અજિત પવારના નિવેદન પર કટાક્ષ કરતા એકનાથ શિંદેએ કહ્યું કે, દાદા (અજિત પવાર)ને સવારે અને સાંજે બંને સમયે શપથ લેવાનો અનુભવ છે.

આવતીકાલે બંને નેતાઓ શપથ લેશે: દેવેન્દ્ર ફડણવીસ
મહાયુતિના નેતાઓ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે એકનાથ શિંદેને પૂછ્યું કે શું તેઓ હવે સરકારમાં સામેલ થવા તૈયાર છે કે નહીં. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આવતીકાલ સુધી રાહ જુઓ. જે બાદ અજિત પવારે રમૂજી રીતે પોતાનો પક્ષ રજૂ કર્યો અને પછી એકનાથ શિંદેએ તેમની પર કટાક્ષ કર્યો. જો કે, અંતે દેવેન્દ્ર ફડણવીસે તક ઝડપી લીધી અને સ્પષ્ટ કર્યું કે તેમાં કોઈ શંકા નથી, બંને નેતાઓ આવતીકાલે શપથ લેશે.