News 360
Breaking News

ઈદના દિવસે બનાવો આ રીતે મોહબ્બત કા શરબત, પીધા પછી થઈ જશો મદહોશ

Eid Special Food: રમઝાન મહિનો મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ ખાસ હોય છે. મુસ્લિમો આ મહિનામાં 30 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આ સમયમાં તેઓ ખાવ-પીવાનું ખૂબ ધ્યાન રાખતા હોય છે. ઇફ્તાર સમયે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવતા હોય છે. રમઝાન દરમિયાન લોકોને ખૂબ તરસ લાગે છે. જેના કારણે ઇફ્તાર સમયે સારા સારા ભોજનની સાથે કંઈક પીણું પણ બનાવે છે. ત્યારે અમે તમારા માટે Eid Specialશરબત-એ-મોહબ્બતની રેસીપી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો: IPL 2025: આ મેચ પહેલા અનન્યા પાંડે કરશે પરફોર્મ, જાણો સંપૂર્ણ વિગત

આ બધા માટે શું જરૂરી રહેશે?
ઠંડુ દૂધ
બરફ
ગુલાબનું સિરપ
તરબૂચ બારીક સમારેલું

શરબત-એ-મોહબ્બતની રેસીપી
સૌપ્રથમ તમારે તરબૂચના નાના ટુકડાઓ લેવાના રહેશે. હવે તમારે તેને ઠંડા દૂધમાં ઉમેરવાના રહેશે. તેમાં તમારે ગુલાબનું સિરપ નાંખવાનું રહેશે. આ પછી તમારે તેમાં બરફ નાંખવાનો રહેશે. લો તૈયાર છે તમારું શરબત-એ-મોહબ્બત.