ગુજરાત કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા મોડાસા ખાતે નિરીક્ષકોની 15 એપ્રિલે બેઠક મળશે, રાહુલ ગાંધી રહેશે હાજર

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા પક્ષ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. AICCએ રાષ્ટ્રીય અને પ્રદેશના નિરીક્ષકોની નિમણૂક કરી છે. જેમાં જિલ્લા પ્રમુખોની પસંદગી અને નિમણૂકો માટે નિરીક્ષકો નિમાયા છે. ત્યારે આગામી સમયમાં 41 જિલ્લા સમિતિઓના પ્રમુખોની નિમણૂકો થશે. AICCના 43 નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. તેમજ 7 સહાયક નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. આ સાથે પ્રદેશના 183 નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે.

AICCના નિરીક્ષકોને જિલ્લા પ્રમુખોની પસંદગી અને નિમણૂકો પર દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. 41 જિલ્લા સમિતિમાં AICCના નિરીક્ષક સાથે પ્રદેશના 4 નિરીક્ષકો રહેશે. AICCના નિરીક્ષક જિલ્લાની સમિતિના કન્વીનર રહેશે. તેમજ અગાઉ નિમાયેલા ચાર ઝોન પ્રભારી સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરશે.

આ અંગે કોંગ્રેસની 15 એપ્રિલે મોડાસા ખાતે પ્રથમ બેઠક મળશે. જે બેઠકમાં રાહુલ ગાંધી ખાસ હાજર રહેવાના છે. 15 અને 16 એપ્રિલે રાહુલ ગાંધી બેઠકમાં હાજર રહેશે.