DEO એક્શનમાં: ઝાડયસ સ્કુલમાં આરટીઇ અંતર્ગત લેવામા આવેલા ખોટા એડમિશન રદ્દ કરાશે
આશુતોષ,અમદાવાદ: ગરીબ અને વંચિત જુથના વિદ્યાર્થીઓ પણ સારામાં સારૂ શિક્ષણ મેળવી શકે તે માટે આરટીઇ અંતર્ગત એડમિશન ફાળવવામા આવે છે. પરંતુ અનેક એવા વાલીઓ છે જે ગરીબ વિદ્યાર્થીઓના હક છીનવી રહ્યા છે. આવા વાલીઓ પર હવે જીલ્લા શિક્ષણાધિકારીએ તવાઇ બોલાવી છે. ઉદ્દગમ સ્કુલ, કોસ્મોસ સ્કુલ અને હવે ઝાડયસ સ્કુલમાં આરટીઇ અંતર્ગત લેવામા આવેલા ખોટા એડમિશન રદ્દ કરવામા આવશે.
વિદ્યાર્થીઓના હક્ક છીનવી રહ્યા છે
આરટીઇમાં પ્રવેશ માટે શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા છે. જે પણ વાલીની આવક 1.5 લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીને આરટીઇ અંતર્ગત એડમિશન ફાળવવામા આવે છે. ત્યારે અનેક એવા પણ વાલીઓ છે જે પોતાના બાળકોની ફી બચાવવા માટે ગરીબ વિદ્યાર્થીઓના હક્ક છીનવી રહ્યા છે. વેજલપુર વિસ્તારમા આવેલી ઝાડયસ સ્કુલના અભ્યાસ કરતા 32 વિદ્યાર્થીઓના પ્રવેશ ખોટા ડોક્યુમેન્ટને આધારે રદ્દ થઇ શકે છે. આ સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે હિયરિંગ કરવામાં આવ્યું હતું.
કાર્યવાહી કરવામાં આવે
વેજલપુર ખાતે આવેલી ઝાડયસ સ્કુલ દ્વારા ડીઇઓમાં ફરિયાદ કરવામા આવી હતી કે તેમની સ્કુલમાં અભ્યાસ કરતા ધો. 2 થી 8 ના 32 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ ખોટા ડોક્યુમેન્ટને આધારે કરવામાં આવ્યા છે. જેની સામે કાર્યવાહી કરવામાં આવે. અનેક એવા વાલીઓ છે જેમની આવક 9 લાખ જેટલી હોવાનુ સામે આવ્યું છે. જ્યારે આવક મર્યાદા 1.5 લાખ હોવી જરૂરી છે. ડીઇઓના હિયરિંગમાં વાલીઓએ પોતાનો પક્ષ રાખ્યો છે કે જ્યારે તેમના બાળકનું એડમિશન લીધુ હતું. ત્યારે તેમની આવક ઓછી હતી પરંતુ હવે તે વધી હોવાને કારણે આઇટી વધુ દર્શાવવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: Akasa Air પ્રયાગરાજ જતી ફ્લાઇટની ટિકિટ સસ્તી કરી, 30 થી 45%નો કર્યો ઘટાડો
DEO આપી માહિતી
આ સમગ્ર મામલે અમદાવાદના DEO જણાવ્યું હતુ, કે ઝાયડસ સ્કુલ દ્વારા આરટીઇના પ્રવેશને લઇને ફરિયાદ કચેરીમાં કરવામા આવી હતી. જેમાં તપાસ કરતા 32 વિદ્યાર્થીઓના વાલીઓને હિયરિંગમાં બોલાવવામા આવ્યા હતા. તપાસમા વાલીની આવક 9 લાખ રૂપિયા સુધીની સામે આવી છે. ત્યારે આ વર્ષ ન બગડે તે હેતુથી આગામી વર્ષથી આ બાળકોના પ્રવેશ આરટીઇમા રદ્દ કરવામા આવશે. જો વાલીએ પોતાના બાળકને આ સ્કુલમાં અભ્યાસ કરાવવો હશે તો ફી ભરવી પડશે અન્યથા તેઓએ બીજી શાળામા પ્રવેશ મેળવવાનો રહેશે.