December 26, 2024

રાજ્યમાં ચાલતી બોગસ ઈન્સ્ટિટ્યૂટને લઈને સરકારની લાલઆંખ, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું

Surat: રાજ્યમાં ચાલતી બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ અંગે રાજ્ય શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું છે કે,અન્ય રાજ્યમાં પરીક્ષા આપવી અને અહીં એડમિશન કરાવવું આવી કોઈ સરકારની ગાઇડલાઈન નથી. આવી સંસ્થાઓને ગુજરાત સરકાર માન્યતા આપતી નથી. આવી સંસ્થાઓને રાજ્ય સરકાર શોધી કડક કાર્યવાહી કરશે.

પ્રાપ્ત માહિતી મુજબ શોપિંગ કોમ્પલેક્ષની અંદર ચાલતી જીવનદીપ ઇન્સ્ટિટ્યૂટ અંગે શિક્ષણ મંત્રીને માહિતી મળી હતી. આ સિવા. તેમણે જણાવ્યું હતું કે કામલ ફાઉન્ડેશન સંસ્થાને પણ સરકારે માન્યતા આપી નથી. આવી સંસ્થાઓ સોશિયલ મીડિયા અને અન્ય ચોપાનિયામાં જાહેરાતો આપી એડમિશન મેળવે છે. જેને લઈને શિક્ષણ મંત્રીએ લોકોને અપીલ કરી છે કે કોલેજમાં એડમિશન કરાવતા પહેલા તેની તમામ રીતે ખાતરી કરી લેવી જરૂરી છે. જે કોલેજમાં એડમિશન કરાય છે તે યોગ્ય લાયક છે કે નહીં. તેમજ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે કે નહીં. તમામ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબના નિયમો મુજબ છે કે નહીં જેવી ખરાઈ કર્યા બાદ જ એડમિશન મેળવે.

આ પણ વાંચો: EVM દ્વારા નકલી વોટ નાખવામાં આવી રહ્યા છે, BSP નહીં લડે પેટાચૂંટણી- માયાવતી