January 6, 2025

ગુજરાતના યુવાનોને દિવાળીની મોટી ભેટ, શિક્ષકોની ભરતીને લઈ કુબેર ડીંડોરે આપી પ્રતિક્રિયા

Gujarat: ગુજરાતમાં શિક્ષકોની થનાર ભરતી મામલે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે પ્રતિક્રિયા આપી છે. શિક્ષણ મંત્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને સાથે જ કહ્યું હતું કે ભરતીને દિવાળીની ભેટ ગણાવી છે. ત્યારે ધોરણ 1 થી 5 માં ટેટ 1 પાસ કરેલ 5 હજાર યુવાનોની ભરતી કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે ભરતીને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સાથે ભરતીને દિવાળીની ભેટ ગણાવી હતી. ધોરણ 1 થી 5 માં ટેટ 1 પાસ કરેલ 5 હજાર યુવાનોની ભરતી કરવામાં આવશે. તેમજ ટેટ 2 પાસ કરેલ ઉમેદવારની ધોરણ 6 થી 8માં ભરતી કરાશે 7000 ની ભરતી કરાશે. આ સિવાય અન્ય માધ્યમોમાં પણ 1852 શિક્ષકોની ભરતી કરાશે.

આ પણ વાંચો: કોંગ્રેસના ખોટા વાયદાથી જનતા પરેશાન થઈ ગઈ છે : ગિરિરાજ સિંહ

નોંધનીય છે કે કુલ 1 થી 8 ધોરણ સુધી 13852 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે ભરતી પ્રક્રિયા પારદર્શક છે અને ઓનલાઈન છે. ઓનલાઈન પોર્ટલ ઉપર ફોર્મ ભરાશે અને મેરીટના ધોરણે ભરતી થશે.