ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા માટે શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી

મલ્હાર વોરા, ગાંધીનગર: ન્યુઝ કેપિટલ સાથેના સંવાદમાં રાજ્યના શિક્ષણમંત્રીએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને કર્યો શુભકામનાઓ આપી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા શાંત અને મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તેમજ વિદ્યાર્થીઓ ભય અને ડર વગર પરીક્ષા આપે તેમ જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓ પોતાના પરિવાર અને માતા પિતાના સ્વપ્નને સાકાર કરવા પરીક્ષા આપે છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ નાસીપાસ થવાની જરૂર નથી. શિક્ષણ વિભાગ તમને બીજી વખત પરીક્ષા માટેની તક આપે છે. શિક્ષણ વિભાગે પેપર માટે પાટા પધ્ધતિ બનાવી છે. જેમાં સ્ટ્રોંગ રૂમથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધી પેપર પહોંચે તે GPS માધ્યમથી ટ્રેક થતા ફોટો મંગાવવામાં આવી રહ્યા છે.