December 24, 2024

EDની મોટી કાર્યવાહી, કુખ્યાત ગેંગસ્ટર સુરેન્દ્ર ઉર્ફે ચીકુની 17.82 કરોડની સંપત્તિ જપ્ત

Property Seized by ED: કુખ્યાત હરિયાણા ગેંગસ્ટર અને સહયોગી સુરેન્દ્ર ઉર્ફે ચીકુના પરિવારના સભ્યોની રાજસ્થાનના નારનૌલ, હરિયાણા અને જયપુરમાં આવેલી રોકડ, બેંક ખાતાના બેલેન્સ અને જમીનના રૂપમાં રૂ. 17.82 કરોડની ચલ અને સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે. EDએ કહ્યું કે સુરેન્દ્ર ઉર્ફે ચીકુ પીએમએલએ 2002ની જોગવાઈઓ હેઠળ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો સહયોગી છે.

કોણ છે સુરેન્દ્ર ઉર્ફે ચીકુ, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે શું છે કનેક્શન?
અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે સુરેન્દ્ર ઉર્ફે ચીકુ લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને ખાલિસ્તાની આતંકવાદી જૂથો સાથે સીધો સંબંધ ધરાવે છે. EDનો આરોપ છે કે ચીકુએ ગેરકાયદેસર ખાણકામ, દારૂ અને ટોલમાંથી મળેલા નાણાંનું તેના સહયોગીઓ દ્વારા રોકાણ કર્યું છે. EDના અધિકારીઓએ લગભગ 60 બેંક ખાતાઓ ટ્રેસ કર્યા છે. જેમાં ગેરકાયદેસર વ્યવહારો કરવામાં આવ્યા છે. EDની કાર્યવાહી NIA અને હરિયાણા પોલીસ દ્વારા ચીકુ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR પર આધારિત છે. તમને જણાવી દઈએ કે પંજાબના ફાઝિલ્કાનો લોરેન્સ બિશ્નોઈ રાજસ્થાન પોલીસ સાથે એન્કાઉન્ટર દરમિયાન પકડાયો હતો. તે 2014થી જેલમાં છે. તેને 2021માં દિલ્હીની તિહાર જેલમાં લાવવામાં આવ્યો હતો.