December 27, 2024

EDની મોટી કાર્યવાહી, 834 કરોડની મિલકત જપ્ત; પૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે કનેક્શન

Former CM Bhupinder Singh Hooda: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ઈડીએ હુડા, EMAAR અને MGF ડેવલપમેન્ટ લિમિટેડ સહિત અન્ય આરોપીઓ સામે મની લોન્ડરિંગ કેસમાં રૂ. 834 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. નોંધનીય છે કે, આ પ્રોપર્ટી ગુરુગ્રામ અને દિલ્હીના 20 ગામોમાં છે. આરોપ છે કે EMAAR-MGF, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને ડાયરેક્ટર DTCP ત્રિલોક ચંદ ગુપ્તા સાથે મળીને આ વિસ્તારોમાં સસ્તા ભાવે જમીન હડપ કરી હતી. જેના કારણે જેમની જમીનો પચાવી પાડવામાં આવી હતી તે લોકોને જ નહીં પરંતુ સરકારને પણ નુકસાન થયું હતું.

EDએ કરોડોની સંપત્તિ જપ્ત કરી
આ મામલે પગલાં લેતા, ED એ Emaar India Limitedની રૂ. 501.13 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તે જ સમયે, રૂ. 332.69 કરોડની કિંમતની 401.65479 એકરમાં ફેલાયેલી મેસર્સ MGF ડેવલપમેન્ટ લિમિટેડની સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે.

જપ્ત કરેલી મિલકતો હરિયાણા અને દિલ્હીના 20 ગામોમાં આવેલી છે. આ ઉપરાંત, ગુરુગ્રામના સેક્ટર 65 અને 66માં રહેણાંક પ્લોટવાળી વસાહતો માટે ડીટીસીપી દ્વારા મંજૂર કરાયેલા લાયસન્સને ધ્યાનમાં રાખીને એમાર ઈન્ડિયા લિમિટેડ અને MGF ડેવલપમેન્ટ લિમિટેડ બંનેની મની લોન્ડરિંગ માટે તપાસ કરવામાં આવી રહી છે.

શું છે મામલો?
નોંધનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે આ કેસની તપાસ કરી રહી છે. એફઆઈઆરમાં, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, તત્કાલીન ડીટીસીપી ડિરેક્ટર ત્રિલોક ચંદ ગુપ્તા, મેસર્સ એમાર એમજીએફ લેન્ડ લિમિટેડ અને અન્ય 14 કોલોનાઇઝર કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ સમગ્ર મામલો સરકાર અને સામાન્ય જનતા સાથે છેતરપિંડી સાથે જોડાયેલો છે. હકીકતમાં અલગ-અલગ જમીન માલિકો પાસેથી સસ્તા ભાવે જમીન પડાવી બે કંપનીઓને આપવામાં આવી હતી. વર્ષ 2009માં, હરિયાણા સરકારે ગુરુગ્રામના સેક્ટર 58 થી 63, સેક્ટર 65-67માં 1417.07 એકર જમીન પર જમીન સંપાદન અધિનિયમ 1894ની કલમ 4 હેઠળ નોટિફિકેશન બહાર પાડ્યું હતું.