નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહી, સોનિયા-રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ

National Herald Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ કોંગ્રેસના આ નેતાઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપસર ચાર્જશીટ દાખલ કરી છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ 9 એપ્રિલે દાખલ કરાયેલ ચાર્જશીટની તપાસ કરી અને કેસમાં આગળની કાર્યવાહી અથવા સુનાવણી માટે 25 એપ્રિલની તારીખ નક્કી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે.
ED files chargesheet against Sonia & Rahul Gandhi in money laundering case linked to National Herald based on complaint by Dr Subramanian Swamy. #NationalHerald pic.twitter.com/5fsxu7ew5p
— Subramanian Swamy (@Swamy39) April 15, 2025
AJL અને યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ સંબંધિત કેસ
નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા ચાર્જશીટ દાખલ કરાયા બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. EDએ સોનિયા અને રાહુલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. નોંધનીય છે કે, ED એ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ED એ કોંગ્રેસના નેતાઓ – સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે.
25 એપ્રિલે કોર્ટમાં સુનાવણી થશે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ ચીફ સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ છે. આ કેસમાં આરોપોની નોંધ લેવા માટે કોર્ટે 25 એપ્રિલની સુનાવણીની તારીખ નક્કી કરી છે.