November 17, 2024

યુવાનોમાં મેદસ્વીતાની ચિંતાજનક સ્થિતિ, સરવેમાં થયો ઘટસ્ફોટ

Economic Survey 2024: આજની યુવા પેઢીની ખાવા-પીવાની આદતોમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. ન માત્ર મહાનગરમાં પણ નાના શહેરોમાં રહેતા યુવાનો વધારે પડતું જંકફૂડ ખાઈ રહ્યા છે. પહેલાના જમાનામાં લોકો ઘરે બનાવેલું સ્વાદિષ્ટ ભોજન પસંદ કરતા હતા, ત્યારે આજના બાળકો અને યુવાનો જંક અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. ખાણીપીણીની ખરાબ આદતોને કારણે યુવાનોમાં સ્થૂળતાની સમસ્યા ખૂબ વધી ગઈ છે. લોકો પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડ વધારે ખાય છે. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય દિવસેને દિવસે બગડી રહ્યું છે. હવે નવો આર્થિક સર્વે કહે છે કે ભારતમાં 54% રોગ ફૂડ હેલ્ધી ન હોવાને કારણે થાય છે.

ચિંતાજનક સ્થિતિ છે દેશના મહાનગરની
આ આર્થિક સર્વે જણાવે છે કે સ્થૂળતા એક ચિંતાજનક સ્થિતિ છે. નાગરિકો સ્વસ્થ જીવનશૈલી જીવી શકે તે માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે. “ભારતની પુખ્ત વસ્તીમાં સ્થૂળતા ખરેખર એક ચિંતાનો મુદ્દો બની રહ્યો છે. આ વાત કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણે કરી છે.જો ભારતે “તેના ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ લેવો  હોય, તો તે મહત્વનું છે કે લોકોના સ્વાસ્થ્યના પરિમાણો સંતુલિત અને વૈવિધ્યસભર આહાર તરફ આગળ વધે.” ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના એક રિપોર્ટને ટાંકીને ઈકોનોમિક સર્વેમાં જણાવાયું છે કે, ખાંડ અને ચરબીવાળા પ્રોસેસ્ડ ફૂડ્સના વધુ પડતા વપરાશને કારણે લોકોની શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. જેન કારણે શરીરમાં મેદસ્વીતા વધી રહી છે.આ સાથે તેમની વિવિધ પ્રકારની ખાદ્યપદાર્થો ખાવાની આદત પણ સીમિત થઈ ગઈ છે. નાની ઉંમરમાં વ્યક્તિનું વજન વધી જાય છે. આજકાલ આ ભૂલોને કારણે લોકોનું વજન વધારે થઈ રહ્યું છે અને તેમનામાં પોષક તત્વોની ઉણપ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ચોમાસામાં Food Poisoningથી બચવા આટલું ખાસ કરો, નહીંતર પેટની પથારી ફરશે

ભારતમાં સ્થિતિ આવી રહી છે
વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના રિપોર્ટને ટાંકીને સર્વેમાં જણાવાયું છે કે ભારતમાં પુખ્ત સ્થૂળતા દર ત્રણ ગણાથી વધુ છે અને વિયેતનામ અને નામિબિયા પછી ભારતીય બાળકોમાં સ્થૂળતા દર વિશ્વમાં સૌથી વધુ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) અનુસાર, ભારતના ગામડાઓ કરતા શહેરોમાં મેદસ્વીતાની સમસ્યા ઘણી વધારે છે. શહેરોમાં પુરુષોમાં સ્થૂળતા દર 29.8% છે, જ્યારે ગામડાઓમાં તે 19.3% છે. 18-69 વર્ષની વય જૂથમાં સ્થૂળતાનો સામનો કરી રહેલા પુરુષોની ટકાવારી NFHS-4 માં 18.9% થી વધીને NFHS-5 માં 22.9% થઈ ગઈ છે. સ્ત્રીઓ માટે તે 20.6% (NFHS-4) થી વધીને 24% (NFHS-5) થયું છે. દિલ્હી જેવા રાજ્યોમાં સ્થૂળતાથી પીડિત મહિલાઓનું પ્રમાણ 41.3% છે, જ્યારે પુરુષો માટે તે 38% છે. તમિલનાડુમાં, સ્થૂળતા પુરુષોમાં 37% અને સ્ત્રીઓમાં 40.4% છે. આંધ્રની વાત કરીએ તો, તે સ્ત્રીઓ માટે 36.3% છે, જ્યારે પુરુષો માટે તે 31.1% છે.