અમદાવાદ, પાલનપુર, મહેસાણા સહિતના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

Earthquake in Gujarat: ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. માહિતી અનુસાર, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાણકારી પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ છે. રાત્રે 10 વાગ્યાની આસપાસ ગુજરાત અને રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

અચાનક આવેલા ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં લોકોએ ધ્રુજારી અનુભવી. મહેસાણાના ખેરાલુમાં પણ ભૂંકપનો આંચકો અનુભવાયો છે. આ સાથે પાલનપુર આસપાસ આવેલા માલણ, દેલવાડા ગામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

કચ્છના રાપરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો અનેે ઘરની બહાર નીકળી ગયા હતા.

ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા છે. જોકે, હજુ સુધી જાનમાલને નુકસાન થયાના કોઈ સમાચાર સામે આવ્યાં નથી, પરંતુ ભૂકંપનાં આચકાથી લોકોમાં ગભરાહટ ફેલાયો જોવા મળ્યો હતો. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાલનપુર, કાણોદર, દાંતા, અમીરગઢ, ઈકબાલગઢ સહિતના વિસ્તારમાં ભૂકંપની અસર જોવા મળી હતી.