March 14, 2025

નેપાળનો ભૂકંપનો વીડિયો આવ્યો સામે, જોઈને ડરી જશો

Earthquake Tremors in Nepal: નેપાળમાં આજે ભૂકંપ આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની વિગતો મળી છે. જેના કારણે લોકોમાં ભારે ડર જોવા મલી રહ્યો છે. લોકો ઘરની બહાર આવી ગયા છે, ભારતમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી. આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો; જસપ્રીત બુમરાહ ચૂક્યો આ મોટો રેકોર્ડ

ભૂકંપની અસર ભારતમાં
ભારતના પડોશી દેશ નેપાળમાં આવેલા ભૂકંપની અસર ભારતમાં પણ થઈ હતી. જેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ સહિત દેશના ઘણા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સારી વાત તો એ છે કે નેપાળમાં કોઈ પણ જાન-માલના નુકસાનના સમાચાર નથી. આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ભૂંકપ આવતાની સાથે ઘરની બહાર નીકળી ગયા હતા અને ખુલ્લામાં ઉભા જોવા મળી રહ્યા હતા.