મ્યાનમારની ધરા ધ્રુજી, 4.8ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો
Earthquake Tremors in Mayanmar: દરરોજ કોઈને કોઈ દેશમાં ભૂકંપ આવી રહ્યો છે. ગઈકાલે ફિલિપાઈન્સમાં દિવસ દરમિયાન ભૂકંપ આવ્યો હતો અને રાત્રે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સારી વાત એ છે કે જોકે જાનહાનિના કોઈ પણ સમાચાર નથી.
આ પણ વાંચો: ગોંડલમાં શ્વાનનો ત્રાસ, 22 લોકોને બનાવ્યા શિકાર
મ્યાનમારમાં ભૂકંપ આવ્યો
રાતના સમયે ભૂકંપ આવ્યો હતો. અંદાજે 1 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ વાતની પુષ્ટિ કરી છે. મ્યાનમારમાં આ પહેલા ડિસેમ્બરમાં મહિનામાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.