May 18, 2024

ચીનથી લઈને દિલ્હી સુધી ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર

શિનજિયાંગ: તારીખ 22 જાન્યુઆરીના રોજ રાત્રે 11.39ના સુમારે ચીન-કિર્ગિસ્તાન બોર્ડર પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 22 કિમી અંદર હતું. આ ભૂકંપ દક્ષિણ શિનજિયાંગમાં આવેલો હતો. ભૂકંપના ભયાનક આંચકાના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકોમાં ભૂકંપને લઈને ભારે ભય જોવા મળ્યો હતો.

ઈમારતો ધરાશાયી
ચીનની ન્યૂઝ એજન્સીએ આપેલી માહિતી અનુસાર ભૂકંપના કારણે ઘણી ઈમારતો ધરાશાયી થઈ હતી અને ઘણા લોકો પણ ઘાયલ થયા હતા. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ભૂકંપના કારણે 120 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. ભૂકંપની સૌથી વધુ અસર કાશગર, કોર્લા, ઉરુમકીમાં જોવા મળી હતી. ભૂકંપ આવ્યા બાદ 40 આફ્ટરશોક્સ પણ નોંધાયા છે. ભૂકંપના કારણે 27 ટ્રેનોને અટકાવવામાં આવી હતી આ માહિતી ચીનના શિનજિયાંગ રેલવે વિભાગે આપી હતી.

આ પણ વાચો: અફઘાનિસ્તાનની ધરતી 24 કલાકમાં બીજી વખત ધ્રૂજી, લોકો મુંઝાયા

ગુજરાતમાં 2001નો ભૂકંપ
વર્ષ 2001માં ભૂકંપ આવ્યો હતો તેને ભુજ ભૂકંપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભૂકંપ ખુબ વિનાશક હતો. તે છેલ્લી બે સદીઓમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી મોટો વિનાશક ભૂકંપ માનવામાં આવે છે. આ ભૂકંપમાં અંદાજે 20,000 થી વધુ લોકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. આ ભૂંકપમાં લાખો લોકોના ઘર ધરાશાયી થયા હતા. ગુજરાત આ દિવસને કયારે પણ નહીં ભૂલી શકે. અમરેલીના મતિયાળા ગામના લોકોમાં પણ ભૂકંપનો ભય જોવા મળે છે. આ ગામમાં છેલ્લા એક વર્ષથી ભૂકંપ દિવસ અને રાતે આવી રહ્યો છે.

ભૂકંપ શા માટે આવે છે?
દુનિયાના દરેક ખુણે હવે ભૂંકપ આવી રહ્યા છે. તેમાં હવે એ સવાલ થાય કે વારે વારે કેમ ભૂંકપ આવી રહ્યા છે. તો તેને સમજવા માટે આપણે પૃથ્વીની રચનાને પહેલા સમજવી પડશે. પૃથ્વી ટેકટોનિક પ્લેટો પર સ્થિત છે જેની નીચે પ્રવાહી લાવા વહી રહ્યો છે. આ લાવા પર ટેક્ટોનિક પ્લેટો તરી રહી છે. ઘણી વખત એવું બને છે કે આ પ્લેટ એકબીજા સાથે અથડાય છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળે છે અને જેના કારણે દબાણ વધી છે. દબાણ વધવાના કારણે પ્લેટો તૂટવા લાગે છે. આ સમયે ઊર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે. આ સમયે ભૂંકપ આવે છે.

આ પણ વાચો: ભૂકંપથી હચમચી ગયું પાકિસ્તાન, ડરથી લોકોના હાલ બેહાલ