January 13, 2025

રાપરના કંથકોટ નજીક ભૂકંપનો આંચકો, 2.7ની તીવ્રતા નોંધાઈ

Earth Quake: કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. ત્યારે ફરી એક વખત રાપરના કંથકોટ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જે 2.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આજે વહેલી સવારે 3.55 આંચકો આવ્યો હતો. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપરથી 18 કીમી દૂર નોંધાયું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આચકા આવી રહ્યા છે. જેનું મુખ્યા કારણ એ છેકે, 2001ના ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો ચાલુ રહ્યો છે. આજે કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાપરના કંથકોટ નજીક ભૂકંપનો આંચકો નોંધાયો છે. જે 2.7 ની તીવ્રતાનો આંચકો હતો. આજે વહેલી સવારે 3.55 આંચકો આવ્યો હતો. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપરથી 18 કીમી દૂર નોંધાયું છે.

 

આ પણ વાંચો: કરિશ્મા સાથે વાતો… રણવીરને સવાલ, તૈમુર અને જેહ માટે ઓટોગ્રાફ… કપૂર પરિવારે PM મોદી સાથે કરી મુલાકાત