December 22, 2024

મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર: હિંગોલીમાં સવારે લગભગ 6.08 વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. 10 મિનિટમાં બે વાર ધરતી ધ્રૂજી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 27.38 અને રેખાંશ 92.77 પર 10 કિલોમીટરની ઊંડાઈ પર નોંધવામાં આવ્યું હતું.

હચમચી ગયું અરુણાચલ પ્રદેશ
સિસ્મોલોજીકલ સેન્ટરે આપેલી માહિતી અનુસાર ભૂકંપનો પ્રથમ આંચકો અરુણાચલ પ્રદેશમાં નોંધાયો હતો. આજ સવારે 1.49 કલાકે પહેલો આંચકો નોંધાયો હતો. રાજ્યના પશ્ચિમ કામેંગમાં લોકોએ ભૂકંપના આંચકા કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી.

ભૂકંપના આંચકાઓ
છેલ્લા ઘણા સમયથી ભારતના ઉત્તર ભાગમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આં આંચકાઓ હિમાલયના પહાડી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ઉત્તર પૂર્વિય વિસ્તારોમાં નોંઘાયા છે. આ પહેલા મંગળવારે પશ્ચિમ મેઘાલયમાં પણ જોવા મળ્યા હતા. આજે ઉત્તરની સાથે દેશના દક્ષિણ ભાગમાં પણ ભૂંકપના આંચકા નોંધાયા છે. આંધ્રપ્રદેશ સહિત તિરૂપતિમાં પણ ભૂકંપના આંચકા અનભુવાયા છે. આમ દેશના પહાડ, જંગલ અને સમુદ્ર વિસ્તાર ધરાવતા રાજ્યોમાં ભૂકંપના આંચકાઓ વધી રહ્યા છે.

કચ્છમાં ભૂકંપ
કચ્છમાં મેન ફોલ્ટલાઈન વર્ષોથી સક્રિય છે. આથી ધરતીની બે પ્લેટ ટકરાતી હોવાથી જિલ્લામાં ઘણીવાર ભૂકંપ અનુભવાતા રહે છે. વર્ષ 2001ના મહાવિનાશક ભૂકંપ બાદ રાજ્યમાં ઘણીવાર આંચકા અનુભવાયા છે. 2022માં 4થી વધુ તીવ્રતાનો માત્ર તાલાલામાં નોંધાયો હતો. 2023માં ગુજરાતમાં 4.0થી વધુ તીવ્રતાના 4 ભૂકંપો આવ્યા છે. 2021માં 4.0ની તીવ્રતાના 7 ભૂકંપો નોંધાયા હતા.