December 23, 2024

Earthquake: ચિલીમાં ફરી જોરદાર ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા

Earthquake strikes in Chile: દક્ષિણ અમેરિકા ખંડના દેશ ચિલીમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભારતીય સમય અનુસાર આજે સવારે ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી છે. આ ભૂકંપની માહિતી યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે દ્વારા આપવામાં આવી છે. આ ભૂકંપ સેન પેડ્રો ડી અટાકામા શહેરથી 41 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપ બાદ લોકો ભયભીત થઈ ગયા હતા.

ભૂકંપના સંદર્ભમાં ચિલીનો ઘેરો ઈતિહાસ
ચિલીમાં ભૂકંપ અવારનવાર આવ્યા કરે છે. અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે. 1965 અને 2010 ના વિનાશક ધરતીકંપો સિવાય, ચિલીએ ઘણા વિનાશક ધરતીકંપોનો અનુભવ કર્યો છે.

2002 – ચિલી-આર્જેન્ટિના સરહદ વિસ્તારમાં 6.6ની તીવ્રતા
2003 – મધ્ય ચિલીના દરિયાકાંઠે 6.8ની તીવ્રતા
2004 – મધ્ય ચિલીમાં બાયો-બાયો નજીક 6.6 તીવ્રતાનો ભૂકંપ
2005 – 7.8 મેગ્નિટ્યુડ તારાપાકા, ઉત્તરી ચિલી, 11 મૃત્યુ
2007 – ઉત્તરી ચિલીના એન્ટોફાગાસ્તામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, 2ના મોત
2007 – એન્ટોફાગાસ્તામાં 6.7 તીવ્રતા
2008 – તારાપાકામાં તીવ્રતા 6.3
2009 – તારાપાકાના કિનારે 6.5 તીવ્રતાનો ભૂકંપ
1965 – લા લિગુઆમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 400ના મોત
1971 – વાલપરાઈસો વિસ્તારમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ, 90 લોકોના મોત
1985 – વાલ્પરાઈસોના દરિયાકાંઠે 7.8 તીવ્રતાનો ભૂકંપ, 177 લોકોના મોત
1998 – ઉત્તરી ચિલીના દરિયાકાંઠે 7.1 તીવ્રતા

આ પણ વાંચો: મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા

લોકો મોતને ભેટે
હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. પૃથ્વીની 7 ટેકટોનિક પ્લેટો છે. આ સતત પ્લેટો ફર્યા કરે છે. જેના કારણે ભૂકંપની ઘટનાઓ બનતી રહે છે. ભૂકંપ સતત આવવાના કારણે જનજીવનને નુકસાન થાય છે. વધારે આંચકો આવે છે તો મકાનો તૂડે છે જેના કારણે નુકસાનની સાથે લોકો મોતને ભેટે છે.