વલસાડની ધરા ધ્રુજી, 3.7ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો

Valsad: કચ્છમાં અનેકવાર ભૂકંપના આંચકના અનુભવ થાય છે. ત્યારે હવે વલસાડમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. વહેલી સવારે 4.35 વાગ્યે ભૂકંપનો આંચકઓ અનુભવાયો હતો. ભૂકંપના આંચકાની તીવ્રતા 3.7 નોંધવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર વલસાડની ધરા ધ્રુજી છે. વલસાડમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ વલસાડથી 39 કિમી દૂર નોંધવામા આવ્યું છે. આ આંચકો વહેલી સવારે 4:35 વાગ્યે અનુભવાયો હતો.
આ પણ વાંચો: ધુમ્મસ અને કકડતી ઠંડી વચ્ચે દિલ્હી-NCRમાં વરસાદને લઈને યલો એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી