December 28, 2024

ગીર સોમનાથની ધરા ધ્રુજી, તાલાલાથી 2 km દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

Earthquake: ગીર સોમનાથના તાલાલા અને ગીરના ગામોમાં ભૂકંપ આવ્યો છે. 3.2ની તીવ્રતા નોંધાઈ છે. 6 વાગ્યાના 8 મિનિટના ભૂકંપ આવ્યો હતો. કેન્દ્રબિંદુ તાલાલાથી 2 km દૂર નોંધાયું છે. ભયના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી ગીર પંથકમાં ભૂંકપ વધારે આવી રહ્યા છે.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં નવો વળાંક, ક્રાઇમ બ્રાન્ચે આપી મોટી અપડેટ

ગીરના ગામોમાં ભૂકંપ આવ્યો
છેલ્લા ઘણા સમયથી ગીરના વિસ્તારોમાં ભૂકંપ આવી રહ્યા છે. ફરી વાર ગીર સોમનાથના તાલાલા અને ગીરના ગામોમાં ભૂકંપ આવ્યો છે. સાંજના 6 વાગ્યાના ભૂકંપ આવ્યો હતો. સાંજના સમયે ભૂકંપ આવતા લોકો ઘરની બહાર આવી ગયા હતા અને ભય પણ જોવા મળી રહ્યો હતો. અમરેલીના વિસ્તારોમાં પણ સતત ભૂકંપ આવી રહ્યા છે. સતત ભૂંકપ આવવાના કારણે આ વિસ્તારના લોકોમાં ચિંતા રહે છે.