અમદાવાદમાં પાનની પિચકારી મારતા લોકો સામે ઈ-મેમો જાહેર, CCTVના આધારે કરાશે કાર્યવાહી
Ahmedabad: અમદાવાદમાં જાહેરમાં પાનની પિચકારી મારતા લોકોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પાનની પિચકારી મારતા લોકો સામે ઈ મેમો જાહેર કરવામાં આવ્યો છે. AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઈમેમો જાહેર કરવામાં આવ્યા છે. તેમજ વિવિધ વિસ્તારના 4 રસ્તા પરથી CCTV ના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં પાનની પિચકારી મારતા લોકો સામે ઈ મેમો જાહેર કરવામાં આવ્યો છે. પાનની પિચકારી મારતા લોકોને ઈ મેમોનો ફોટો કેપ્ચર થયો છે. જે બાદ ઈ મેમો ગાડીની નંબર પ્લેટ દર્શાવેલા સરનામા પર મોકલવામાં આવશે. આ સિવાય પાનની પિચકારી મારતા પકડાયાતો 200 રૂ દંડ ફટકારાશે. નોંધનીય છે કે, કોર્પોરેશન દ્વારા જાન્યુઆરીથી માર્ચ 2024 સુધી 1976 લોકોના ઈ-મેમો જનરેટ કર્યા છે.
આ પણ વાંચો: ગિરનાર પરિક્રમા દરમિયાન વધુ એક મોત, પરિક્રમા દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું