January 18, 2025

દ્વારકા: બે પત્નીઓએ એક સાથે દવા ગટગટાવી

દ્વારકાના સલાયામાં ઘટી સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવાનની બે પત્નીઓ વચ્ચે ઝઘડો થતા બંનને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી હતી. જે બાદ બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં એક પત્નીનું મોત નિપજ્યું છે. જ્યારે બીજી પત્ની હજુ પણ સારવાર હેઠળ છે.

દ્વારકાના સલાયામાં રહેતા ઓસમાણ ગજણની બે પત્નીઓ છે. જે ઓસમાણની સાથે જ રહેતી હતી. આથી અવાર નવાર તેમના વચ્ચે ઝગડાઓ થતા હતા. ગત રોજ બંને પત્નીઓ વચ્ચે ઝગડો ખુબ જ વધી ગયો હતો. જેના કારણે કંટાળીને બંન્નેએ એક સાથે ઝેરી દવા ગટગટાવી હતી. જે બાદ બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યાં 28 વર્ષીય રેશમા ઓસમાણ અબુબકર ગજણનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું ડોક્ટર તપાસમાં બહાર આવ્યું હતું, જ્યારે ઓસમાણની બીજી પત્ની ગુલશન ઉમરની હાલત હજુ પણ ખરાબ હોવાના કારણે તેને સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે મૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.