December 23, 2024

કૃષ્ણનો 5251મો જન્મોત્સવ, દ્વારકામાં તડામાર તૈયારી ચાલુ

દેવભૂમિ દ્વારકાઃ ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે દ્વારકામાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. તેની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે.

દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રિકો દ્વારકામાં આવી પહોંચ્યા છે. દ્વારકામાં યાત્રિકોની ભીડ ઉમટી રહી છે. ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને લઈ યાત્રિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દ્વારકામાં 5251મો જન્મોત્સવ ઉજવવાની તૈયારી કરી દેવામાં આવી છે. ત્યારે યાત્રિકો દર્શન માટે દ્વારકા આવી રહ્યા છે. સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય બની ગઈ છે. ત્યારે ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકાધીશનો નાદ ગૂંજી રહ્યો છે. જગતમંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.

કીર્તિસ્તંભથી યાત્રિકો પ્રવેશ કરશે અને છપ્પન સીડી સ્વર્ગ દ્વારથી મંદિરે પ્રવેશ કરશે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી મોક્ષ દ્વારેથી બહાર નીકળશે. જન્માષ્ટમી ઉત્સવને લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ SP, DySPના માર્ગદર્શન હેઠળ પૂરતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.