December 19, 2024

દ્વારકામાં ગમખ્વાર અકસ્માત, 7 લોકોનાં મોત; 25 ઇજાગ્રસ્ત

દ્વારકાઃ દ્વારકાથી 4 કિલોમીટર દૂર બરડિયા ફર્ન હોટેલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ, કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 7 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તે તમાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત બે લોકોની ડેડબોડી દ્વારકા હોસ્પિટલ લાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં મોતનો આંકડો વધે તેવી સંભાવના છે. આ ઘટનાની જાણ થતાં જ સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ધારાસભ્ય પબુભા માણેક ઘટનાસ્થળે જવા રવાના થયા છે. જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.

જામનગરથી ડોક્ટરોની બે ટીમો દ્વારકા આવવા માટે રવાના થઈ ગઈ છે. 15 ડોક્ટરો અને 18 નર્સિંગનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો છે. જામનગર હોસ્પિટલમાં પણ ડોક્ટરોની ટીમ ખડેપગે રાખવામાં આવી છે.

અકસ્માતમાં મૃતકોનાં નામ

  • હેતલબેન અર્જુનભાઈ ઠાકુર, ઉ. 28 વર્ષ, કલોલ-ગાંધીનગર
  • પ્રિયાંશી મહેશભાઈ ઠાકુર, ઉ. 18 વર્ષ, કલોલ
  • તાન્યા અર્જુન ઠાકુર, ઉ. 3 વર્ષ, કલોલ
  • હિમાંશુ કિશનજી ઠાકુર, ઉ. 2 વર્ષ
  • વિરેન કિશનજી ઠાકુર
  • ચિરાગભાઈ ભાઈ બરડીયા ગામ
  • અજાણી સ્ત્રી