July 1, 2024

દ્વારકામાં નકલી પોલીસ બની તોડ કરતાં શખ્સો આખરે ઝડપાયા

મનોજ સોની, દ્વારકા: સામાન્ય રીતે લોકોને પોલીસથી ડર રહેતો હોય છે અને આજ ડર નો જાણે ફાયદો ઉઠાવવા ગયેલા બે નકલી પોલીસ બનેલા બે આરોપીઓને આખરે પોલીસે ઝડપી પાડયા છે. ખંભાળિયા તાલુકામાં બે આરોપીઓએ એવો આઈડિયા લગાવ્યો કે લોકો પણ દંગ રહી જાય નકલી આઈકાર્ડ, એરગન અને ધોકો લઈને નકલી પોલીસ બની ને વાહન ચાલકોને ખંખેરતા બે ગુન્હેગાર ને આખરે પોલીસે ઝડપી પાડયા છે.

ખંભાળિયામાં અસલી પોલીસે નકલી પોલીસને કાયદાના પાઠ ભણાવ્યા છે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નકલીનું ચલણ વધ્યું છે તેમાં નકલી ચીજવસ્તુઓ ઉપરાંત નકલી અધિકારીઓ અને કર્મચારીઓ અરે ત્યાં સુધી કે આખે આખી નકલી કચેરીઓ પણ ઝડપાઈ રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં પણ નકલી પોલીસ બની વાહનચાલકોને રોકતા બે ઇસમોને ખંભાળિયા પોલીસે ઝડપી પાડયા છે ખંભાળીયા પોલીસ મથક વિસ્તારમાં પોલીસનો નકલી સ્વાંગ રચી રોડ પર જતા માણસો તથા વાહન ચાલકોને રોકી તેમને પોલીસનો ખોટી રીતે ભય બતાવી રૂપીયા પડાવતા આ બન્ને ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે

ખંભાળીયા ભાણવડ રોડ પર ખંભાળિયા પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાંથી પોલીસનો સ્વાંગ રચી વાહન ચાલકોને રોકી પોલીસ નો ખોટો ભય બતાવી રૂપિયા પડાવતા બે આરોપીઓને ઝડપી લેવાયા છે હાઈવે પર અનેક વાહનો રોકાવીને નકલી પોલીસ રૂપિયાનું ઉઘરાણું કરતા હતા ત્યારે અસલી પોલીસનો ભેટો થઈ જતાં મામલો સામે આવ્યો છે આરોપીઓ પાસેથી નકલી આઇ કાર્ડ એરગન તથા લાકડી નો ધોકો અને મોટર સાઇકલ મળીને 35,315 રૂપિયાના મુદામાલ સાથે બને આરોપીઓને ઝડપી પાડયા છે આરોપી સામત ગોવિંદ કરંગિયા ગામ – કોલવા તથા દિનેશ મેઘા પરમાર ગામ – ભટ ગામ બને નકલી પોલીસ બનીને વાહન ચાલકો પાસેથી પોલીસ નો ભય બતાવી તોડ કરતા હોઈ બને વિરૂદ્ધ ખંભાળિયા પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે.