પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન પેરા એથ્લેટ્સે કહ્યું, ‘તમે અમારા બ્રાન્ડ એમ્બેસેડર છો’
PM Modi-Para Athletes: પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચ્યા બાદ ભારતીય દળે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પેરા એથ્લેટ્સ સાથે ઘણી વાતો કરી હતી. તેમની સાથે મજાક પણ કરી હતી. તેમજ ખેલાડીઓના કોચ સાથે અનુભવ શેર કર્યો હતો. પ્રધાનમંત્રીએ એથ્લેટ્સ અને પેરાલિમ્પિયનોને પેરાલિમ્પિક્સમાં તેમના અનુભવ વિશે પૂછ્યું હતું. પેરા એથ્લેટ્સે પણ કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
પીએમ મોદીએ પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમય દરમિયાન પેરા એથ્લેટ્સ અને કોચિંગ સ્ટાફે પીએમ મોદીને તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગણાવ્યા છે. આ દરમિયાન પીએમ મોદી સાથે રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને PCI પ્રમુખ દેવેન્દ્ર ઝાઝરિયા પણ હાજર હતા.
India's Paralympic champions have set a new benchmark with the highest-ever medal count. It was a delight to interact with them. https://t.co/yLkviuJCaI
— Narendra Modi (@narendramodi) September 13, 2024
પેરિસ પેરાલિમ્પિક્સમાં વિક્રમી 29 મેડલ જીતીને ભારતીય એથ્લેટ મંગળવારે દેશ પરત ફર્યા હતા. ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત 29 મેડલ જીત્યા હતા. ભારતે ટોક્યો પેરાલિમ્પિકનો રેકોર્ડ તોડ્યો હતો. ભારતે ટોક્યોમાં 19 મેડલ જીત્યા હતા અને મેડલ ટેલીમાં 24મું સ્થાન મેળવ્યું હતું, જ્યારે પેરિસમાં ભારત 18માં ક્રમે હતું. આ વખતે ભારત પેરિસમાં 25 પારના લક્ષ્ય સાથે આવ્યું હતું અને તેને હાંસલ પણ કર્યું હતું.
આ પણ વાંચો: શું આ દેશમાં ક્રિકેટ પર પ્રતિબંધ લાગશે? જે ટીમે વર્લ્ડ કપમાં કર્યા હતા મોટા ઉલટફેર
આ વખતે ભારતે સૌથી વધુ 84 ખેલાડીઓની ટીમ પેરિસ મોકલી હતી. પેરાલિમ્પિયનો દેશમાં પરત ફર્યા બાદ સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. રમતગમત મંત્રી માંડવિયાએ ગોલ્ડ મેડલ વિજેતાઓને 75 લાખ રૂપિયા, સિલ્વર વિજેતાઓને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીઓને 30 લાખ રૂપિયા આપ્યા છે. મિશ્રિત ટીમ ઈવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને 22.5 લાખ રૂપિયાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રાકેશ કુમાર સાથે બ્રોન્ઝ મેડલ જીતનાર તીરંદાજ શીતલ દેવીનો સમાવેશ થાય છે.