January 21, 2025

ખોટા વ્યક્તિના ચક્કરમાં ફસાયા તો ફ્રિજમાં મળશે ટુકડા, લવજેહાદ પર પંડિત પ્રદીપ મિશ્રાએ આપ્યું નિવેદન

Surat: દેશભરમાં લવજેહાદનો મુદ્દો ગરમાયો છે. ત્યારે સુરતમાં શિવકથા દરમિયાન પંડિત પ્રદીપ મિશ્રાએ લવજેહાદને લઈને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, લવ જેહાદ હાલ એક સામાજિક દુષણ તરીકે સામે આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું છે કે, ખોટા વ્યક્તિના ચક્કરમાં ફસાઈ ગયા તો ફ્રીજમાં ટુકડા મળશે.

મળતી માહિતી અનુસાર લવજેહાદને લઈને પ્રદીપ મિશ્રાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, લવ જેહાદ હાલ એક સામાજિક દુષણ તરીકે સામે આવી રહ્યું છે. પંડિત પ્રદીપ મિશ્રાએ કહ્યું સનાતનીનું ઘર કાચું હશે પણ દિલ સાચું હશે. તેમજ ખોટા વ્યક્તિના ચક્કરમાં ફસાઈ ગયા તો ફ્રીજમાં ટુકડા મળશે. અટેચીમાં ભરેલા ટુકડાઓને પણ ગણવા માટે તૈયાર રહેજો. એટલા માટે વ્યક્તિને જાણો ઓળખો. સનાતન ધર્મ નવરો નથી. મજબૂત છે.

આ પણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલાની દિલ્હી સુધી અસર… ગરમાયું રાજકારણ, બાંગ્લાદેશીઓ પર આપ્યા એક્શનના આદેશ