November 19, 2024

શોર્ટ સર્કિટ દ્વારા ટ્રેનમાં બ્લાસ્ટ કરાવવાનું કાવતરું, UPના હરદોઈમાં મોટો અકસ્માત

Uttar Pradesh: કોલકાતાથી અમૃતસર જઈ રહેલી દુર્ગિયાના એક્સપ્રેસ (12357) OHE વાયર સાથે અથડાયા બાદ યુપીના હરદોઈમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ટ્રેન બુધવારે સવારે 3.30 વાગ્યે લખનૌથી રવાના થઈ હતી. સવારે પાંચ વાગ્યે ઉમરતલી સ્ટેશનથી પસાર થતાંની સાથે જ તે ટ્રેક પર લટકતા OHE વાયર સાથે અથડાઈ હતી. ટ્રેન અથડાયા બાદ લાઈનમાં વિસ્ફોટ સાથે ખામી સર્જાઈ હતી. હવે રેલવેએ આ મામલામાં ઉંડા ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે.

ટ્રેન OHE વાયર સાથે અથડાઈ
આ સમગ્ર ઘટના બુધવારે બની હતી. દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેક પર લટકતા OHE વાયર સાથે અથડાઈ હતી. પાયલોટે ટ્રેન રોકીને ઉમરાલી અને દેલનગર સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ લખનૌથી આવતી તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. લગભગ છ કલાક બાદ ડીઝલ એન્જિનથી દુર્ગિયાના એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટના બાદ રાજધાની અને વંદે ભારતને અલગ-અલગ રૂટ પર મોકલવામાં આવ્યા હતા. આ સાથે લગભગ બે ડઝન ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા. રેલવેએ બે ટ્રેનો રદ કરી હતી.

આ પણ વાંચો:  ‘રાહુલ ગાંધી તારી હાલત પણ તારા દાદી જેવી થશે’, કોંગ્રેસે શેર કર્યો BJP નેતાનો ધમકી આપતો વીડિયો

મોટા ષડયંત્રની શંકા
હવે આ સમગ્ર મામલામાં રેલવે તરફથી કોઈ ઊંડું કાવતરું હોવાના સંકેત મળી રહ્યા છે. રેલવેને શંકા છે કે યુપીના હરદોઈમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ દ્વારા ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. દુર્ગિયાના એક્સપ્રેસ ટ્રેન જ્યાં અથડાઈ હતી તે ઈલેક્ટ્રિક પોલના કેબલમાં કોઈએ છેડછાડ કરી હતી. રેલવે આ મામલે તપાસ કરી રહી છે.

ટેક્નિકલ ખામી કરતાં વધુ છેડછાડના સંકેતો
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે કોલકાતાથી અમૃતસર જતી દુર્ગાનિયા એક્સપ્રેસ ટ્રેન જે રીતે ઇલેક્ટ્રિક પોલના કેબલ સાથે અથડાઈ તે સામાન્ય રીતે બનતું નથી. તે ટેક્નિકલ ખામી કરતાં કોઈની છેડછાડ જેવી લાગે છે. કારણ કે થોડા સમય પહેલા અન્ય ટ્રેનો પણ ત્યાંથી પસાર થઈ હતી. ત્યારે સ્થિતિ સામાન્ય હતી. હાલમાં રેલવે આ મામલાની તમામ એંગલથી તપાસ કરી રહી છે.