રોહિત શર્મા-વિરાટ કોહલી કેમ નથી રમી રહ્યા દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ?
Duleep Trophy: દુલીપ ટ્રોફી 2024-2025ના પ્રથમ રાઉન્ડ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં શુભમન ગિલ, અભિમન્યુ ઇશ્વરન, રૂતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યરને સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ કહેવામાં આવી રહ્યું હતું કે વિરાટ અને રોહિત પણ આ મેચમાં જોવા મળશે. પરંતુ તેવું થયું નહીં. જેના કારણે ચાહકોને સવાલ થઈ રહ્યો છે કે આ બંને ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં કેમ નહીં જોવા મળે. ત્યારે આ વિશે જય શાહે સાચું કારણ જણાવ્યું છે આવો જાણીએ.
ઓસ્ટ્રેલિયા સિરીઝ પર ફોકસ
જય શાહને આ વિશે જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘અમારી પ્રાથમિકતા આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ફિટ રાખવાની છે. તેના સિવાય બીજા તમામ ખેલાડીઓ રમી રહ્યા છે. આપણે તેમની પ્રશંસા કરવી જોઈએ. આ ટુર્નામેન્ટ 5 સપ્ટેમ્બર 2024થી શરૂ થવાની છે. અમે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને દુલીપ ટ્રોફીમાં રમવા માટે દબાણ કર્યું નથી.
આ પણ વાંચો: કોલકાતા રેપ કેસ પર બોલિવૂડ ગુસ્સે, જાણો રિતિક રોશન, પ્રીતિ ઝિંટા અને કૃતિ સેનને શું કહ્યું?
બાંગ્લાદેશની ટીમ ભારતમાં
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની ટીમ આવતા મહિને ભારતના પ્રવાસે આવવાની છે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચ રમાવાની છે. પંત લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. 2022ના અંતમાં રોડ અકસ્માતનો ભોગ બન્યા બાદ તેણે કોઈ ટેસ્ટ રમી નથી. જેના કારણે ઘણા લાંબા સમય બાદ તે વાપસી કરવાનો છે.