September 20, 2024

આજથી શરૂ થશે દુલીપ ટ્રોફી, જાણો શેડ્યૂલ

Duleep Trophy 2024 Live Streaming: દુલીપ ટ્રોફી 2024 આજથી એટલે કે 5મી સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટમાં કુલ 4 ટીમ ભાગ લેવાની છે. આવો જાણીએ આજના ટૂર્નામેન્ટને લઈને તમામ માહિતી.

જવાબદારી સોંપવામાં આવી
આજે દુલીપ ટ્રોફી 2024ની શરુઆત થવાની છે. આ ટુર્નામેન્ટમાં ટોટલ 4 ટીમ ભાગ લઈ રહી છે. આ વખતે દુલીપ ટ્રોફી અલગ ફોર્મેટમાં રમવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ રમતા જોવા મળશે. ટુર્નામેન્ટમાં ટીમ A ની કેપ્ટનશીપ શુભમન ગીલને, ટીમ B ની કેપ્ટનશીપ અભિમન્યુ ઇશ્વરને, ટીમ C ની કપ્તાની રૂતુરાજ ગાયકવાડને અને ટીમ D ની કેપ્ટનશીપ શ્રેયસ ઐયરને સોંપવામાં આવી છે.

આ ટુર્નામેન્ટનું શેડ્યુલ

1 મેચ- 5-8 સપ્ટેમ્બર 09:30 am, ભારત A vs India B, ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ, કર્ણાટક

2 મેચ- 5-8 સપ્ટેમ્બર સવારે 09:30 કલાકે, ભારત C vs ઇન્ડિયા D, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમ, અનંતપુર, આંધ્રપ્રદેશ

3 મેચ- 12-15 સપ્ટેમ્બર 09:30 AM, ભારત A vs India D, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમ, અનંતપુર, આંધ્રપ્રદેશ

4 મેચ- 12-15 સપ્ટેમ્બર 09:30 AM, India B vs India C, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમ B, અનંતપુર, આંધ્રપ્રદેશ

5 મેચ- 19-22 સપ્ટેમ્બર 09:30 AM, ભારત A vs India C, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમ, અનંતપુર, આંધ્રપ્રદેશ

6 મેચ- 19-22 સપ્ટેમ્બર 09:30 AM, ભારત B vs India D, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમ B, અનંતપુર, આંધ્રપ્રદેશ.

આ પણ વાંચો: ધર્મવીરે પેરિસની ધરતી પર કર્યો ધડાકો, મેન્સ ક્લબ થ્રોમાં મળ્યો ગોલ્ડ મેડલ

દુલીપ ટ્રોફી માટે તમામ 4 ટીમો

ઈન્ડિયા A- ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રાયન પરાગ, તનુષ કોટિયન, કુલદીપ યાદવ, આકાશ દીપ, પ્રસીદ ક્રિષ્ના, ખલીલ અહેમદ, અવેશ ખાન, વિદ્વત કવેરપ્પા , કુમાર કુશાગ્ર, શાસ્વત રાવત.

ઈન્ડિયા B-  મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી (ફિટનેસ પર આધાર રાખીને), વોશિંગ્ટન સુંદર, અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), નવદીપ સૈની, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર. સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન.

ઈન્ડિયા C-  અભિષેક પોરેલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, બી ઈન્દ્રજીત, હૃતિક શૌકીન, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, માનવ સુથાર, ગૌરવ યાદવ, વિષક વિજયકુમાર, અંશુલ ખંભોજ, હિમાંશુ અરમાન ચૌહાણ, હિમાંશુ ચૌહાણ , સંદીપ વોરિયર.

ઈન્ડિયા D-  ઈશાન કિશન (વિકેટકીપર), રિકી ભુઈ, સરંશ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, શ્રેયસ અય્યર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડીક્કલ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેનગુપ્તા, કે.એસ. , સૌરભ કુમાર.