December 23, 2024

ભારે વરસાદને લઈ દાહોદમાં તંત્ર એલર્ટ, લોકોને બહાર ન નીકળવા કરી અપીલ

Dahod:  દાહોદ જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત છે. ત્યારે જિલ્લા કલેક્ટરે નદી કાંઠાના વિસ્તારોની મુલાકાત લીધીહતી. કલેક્ટરે મુલાકાત કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ તેમણે પાણીમાં ન જવા અને સતર્કતા રાખવા અપીલ કરી છે. કલેક્ટર યોગેશ નિરગુડે દૂધીમતી નદીની મુલાકાત લીધી હતી અને પાણીની આવક-જાવક અંગેની માહિતી મેળવી હતી.

રાજ્યભરમાં ભારે વરસાદ બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. જ્યારે હવે દાહોદમાં વરસાદને લઈને કલેક્ટરે નદી કાંઠાના વિસ્તારોની મુલાકાત લીધી હતી. કલેક્ટરે મુલાકાત કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ તેમણે પાણીમાં ન જવા અને સતર્કતા રાખવા અપીલ કરી છે. કલેક્ટર યોગેશ નિરગુડે દૂધીમતી નદીની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: વડોદરામાં વિશ્વામિત્રી ભયજનક સપાટીથી 6 ફૂટ ઉપર, અનેક વિસ્તારમાં પાણી ઘૂસ્યાં

નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે. ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.