લગ્નની વિધિમાં મોડું થતા વરરાજાએ પંડિતને ફટકાર્યો
લખનૌ: આજના સમયમાં સમય તો ફાસ્ટ થઈ ગયો છે, પરંતુ તેની સાથે લોકોની ધીરજ પણ ફાસ્ટ થઈ ગઈ છે. કોઈ પણ સમય હોય કોઈ પણ વ્યક્તિ રાહ જોવામાં માનતો નથી. તેવો જ એક બનાવ લખનૌમાં સામે આવ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
પૂજારીને માર માર્યો
લખનૌના નિગોહન પોલીસ સ્ટેશનમાં તૈનાત એક કોન્સ્ટેબલએ તેના લગ્નમાં પૂજારીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. તેણે પૂજારીને એટલી હદ સુધી માર્યો કે પૂજારી લોહીથી તરબોળ થઈ ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે તેનો ભાઈ તેને બચાવવા આવ્યો તો તેને પણ માર મારવામાં લાગ્યો હતો. જોકે ત્યાર બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ કર્યા બાદ પોલીસ હવે આ કોન્સ્ટેબલને શોધી રહી છે.
આરોપી કોણ છે
મેરઠનો રહેવાસી સોનુ જાટવ નિગોહન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. મંગળવારે રાત્રે નાગરામના દિઘરી ગામના ઓમપ્રકાશ પ્રજાપતિની પુત્રી સાથે તેના લગ્ન થવાના હતા. નિગોહન પોલીસ સ્ટેશન પાસે આવેલી એક રેસ્ટોરન્ટમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. આ લગ્ન પ્રંસગમાં વર અને વર પક્ષના બંને મળીને કુલ 40 લોકોએ હાજરી આપી હતી. 1 વાગ્યાની આસપાસ લગ્નની રસમ શરૂ કરવામાં આવી હતી. પૂજારી ધીમે ધીમે મંત્ર બોલી રહ્યો તો તેણે ફાસ્ટ મંત્રોનો પાઠ બોલવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ પૂજારીએ પોતાની રીતે મંત્રોનો પાઠ બોલવાની જ વાત કરી. તો દુલ્હે રાજા ગુસ્સે થઈ ગયા અને પૂજારીને ઠીબી નાખ્યો હતો.
કોન્સ્ટેબલ વિરુદ્ધ કેસ નોંધ્યો
જ્યારે તેની સાથે રહેલા તેના ભાઈ સચિન શુક્લાએ આ બબાલ રોકવાનો પ્રયાસ કર્યો હતો. તો દુલ્હે રાજાએ તેને પણ માર્યો હતો. બુધવારે પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી કોન્સ્ટેબલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ પોલીસે માહિતી આપ્યા અનુસાર કોન્સ્ટેબલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની શોધ કરવામાં આવી રહી છે.