દૂધસાગર ડેરી બોનસ કૌભાંડ મામલો, ગુજરાત હાઈકોર્ટથી વિપુલ ચૌધરીને ઝટકો

અમદાવાદ: દૂધસાગર ડેરી બોનસ કૌભાંડ મામલે હાઈકોર્ટથી વિપુલ ચૌધરીને ઝટકો પડ્યો છે. વિપુલ ચૌધરી અને અન્ય આરોપીઓ સામે ફ્રેમ થયેલા ચાર્જિસને રદ્દ કરવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે. રિવિઝન અરજી તાર્કિક આધાર વિનાની અને ટ્રાયલને વિલંબિત કરવાનો પ્રયાસ હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે.

હાઈકોર્ટે કહ્યું કે, સ્પેશિયલ કોર્ટે યોગ્ય રીતે ચાર્જની કામગીરી કરી છે, ડેરીના ફંડનો દુરપયોગ સ્પષ્ટ રીતે દેખાય છે. તેમજ હાઈકોર્ટે અરજદારના વકીલ ઇન્ટરિમ વ્યવસ્થા લંબાવવાની માગ પણ ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે રિવિઝન અરજી ફગાવતા રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે.