અંતરિક્ષમાંથી કંઈક આવું દેખાયુ પૂરમાં ડૂબેલું દુબઈ, NASAએ શેર કર્યો ફોટો
અમદાવાદ: અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળવારના USEના અલગ અલગ વિસ્તારમાં આવેલા મૂસળધાર વરસાદ બાદ પૂરના ફોટોઝ શેર કર્યા છે. આ સાથે નાસાએ કહ્યું કે, આ એક ધીમી ગતિએ ચાલતું તોફાન છે. જેણે ખાડી દેશને મોટું નુકસાન કર્યું છે. કેટલાક શહેરોમાં એક દિવસની અંદર એક વર્ષનો વરસાદ પડ્યો છે. તેના કારણે 19 એપ્રિલના કેટલાક વિસ્તારમાં પૂર આવ્યું હતું. મહત્વનું છે કે ભારી વરસાદ બાદ પહેલી વાર લેન્ડસેટ 9 આ વિસ્તારમાંથી પસાર થયો હતો. જેણે આ પૂરના ફોટોઝ ક્લિક કર્યા હતા.
આ પણ વાંચો: J&K: પુંછમાં હેડ માસ્ટરની ધરપકડ, પાકિસ્તાની પિસ્તોલ અને બે ચાઈનીઝ ગ્રેનેડ મળી આવ્યા
એક રિપોર્ટ અનુસાર, ચિત્રમાં પાણીની હાજરી વાદળી રંગ તરીકે દેખાય છે. ફોટામાં દુબઈના બંદરની દક્ષિણે જેબેલ અલીના ઔદ્યોગિક વિસ્તારમાં અને પામ જેબેલ અલીની દક્ષિણે ગ્રીન રિસોર્ટ્સ અને ઉદ્યાનોની નજીકમાં પૂર જોવા મળ્યું હતું. નાસાનો લેન્ડસેટ 9 ઉપગ્રહ માનવ જીવન ટકાવી રાખવા માટે જરૂરી જમીન સંસાધનોનું નિરીક્ષણ કરે છે.
અબુધાબીના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબ્યા
નાસાની તસવીરો દર્શાવે છે કે અબુ ધાબીના ઘણા ભાગો પણ પાણીમાં ડૂબી ગયા છે. લેન્ડસેટ 9 એ 3 એપ્રિલ અને 19 એપ્રિલના રોજ શહેર અને આસપાસનો વિસ્તાર દર્શાવ્યા છે. 19 એપ્રિલના રોજ, શેખ ઝાયેદ રોડ પર પાણી જોઈ શકાય છે, જે દુબઈ અને અબુ ધાબીમાંથી પસાર થતો મુખ્ય માર્ગ છે. ખલીફા સિટી અને ઝાયેદ સિટી, ડાઉનટાઉન અબુ ધાબીના દક્ષિણપૂર્વમાં રહેણાંક વિસ્તારોમાં પણ પૂર જોવા મળ્યું હતું.
નાગરિક સંસ્થાના મહાનિર્દેશક દાઉદ અલ હજરીએ ખલીજ ટાઈમ્સને જણાવ્યું હતું કે, દુબઈમાં એક અઠવાડિયામાં 24 કલાકથી ઓછા સમયમાં 220 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. આટલા વરસાદને કારણે દેશમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, પરંતુ સરકાર અને જનતાના પ્રયાસોને કારણે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. જાહેર ક્ષેત્ર ઉપરાંત ખાનગી ક્ષેત્રની મોટાભાગની સંસ્થાઓએ પણ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે.