November 24, 2024

અમદાવાદમાં ફરી એક વખત 1.53 લાખનું ઝડપાયું ડ્રગ્સ, એકની થઈ ધરપકડ

Ahmedabad: રાજ્યમાં અવારનવાર ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર આવતા રહે છે. ત્યારે આ વચ્ચે ફરી એક વખત CID ક્રાઈમે અમદાવાદમાંથી ડ્રગ્સ ઝડપ્યું છે. લાલદરવાજા બાવા લતીફની ગલીમાં ઘરમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. જેમા 1.53 લાખના 15.33 ગ્રામ MD સાથે એકની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર CID ક્રાઈમે અમદાવાદમાંથી ડ્રગ્સ ઝડપ્યું છે. લાલદરવાજા વિસ્તારમાં બાવા લતીફની ગલીના મકાનમાં દરોડા પાડીને બૂટની એડીમાં છૂપાવેલા 15.35 ગ્રામ મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે અમઝદખાન સિકંદરખાન પઠાણની ધરપકડ કરી છે. ડ્રગનો જથ્થો જુહાપુરાનો રહેવાસી સાનુ શેખ પાસેથી લાવ્યો હોવાની આરોપીએ કબૂલાત કરી છે. સમગ્ર મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમના અમદાવાદ ડિવિઝનને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: હરિયાણામાં પ્રચંડ બહુમતીથી જીતીશું, મનોહરલાલ ખટ્ટરે કર્યો દાવો

ગુનામાં સામેલ અન્ય એક આરોપી ફરાર થઈ ગયો છે. CID ક્રાઈમે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. જોકે, બાતમીને આધારે લાલદરવાજા પાસેની બાવા લતીફની ગલીમાં રહેતા અમઝદખાન સિકંદરખાન પઠાણ તેના ઘરે એમડી ડ્રગનો જથ્થો રાખીને વેપાર કરી રહ્યો છે. જેથી સીઆઈડી ક્રાઈમે દરોડા પાડ્યા ત્યારે રસોડાના માળિયામાં એક સાથે ઘણા બૂટ મૂકેલા હતા. પોલીસને શંકા થઇ હતી કે રસોડામાં બૂટ કેમ મૂક્યા છે તેના આધારે બૂટની તપાસ કરતા એક બૂટની એડીના ભાગે પ્લાસ્ટિકની કોથળીમાં એમડી ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો.