December 23, 2024

Ahmedabad એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરી યથાવત, Philippinesની મહિલાની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં એરપોર્ટ પર વિદેશી મહિલા ડ્રગ્સ હેરાફેરી કરતી ઝડપાઈ છે. NCBએ 2.12 કિલો હેરોઇનના જથ્થા સાથે અમદાવાદ એરપોર્ટ પર ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીનું કનેક્શન ખુલતા NCBએ મહિલાની પૂછપરછ શરૂ કરી દીધી છે.

NCB દ્વારા પકડાયેલ ફિલિપાઇન્સની મહિલા 41 વર્ષીય જીનાલીન પડીવાન લીમોનની હેરોઇનના જથ્થા સાથે એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. NCBને બાતમી મળી હતી કે વિદેશમાંથી ડ્રગ્સની હેરાફેરી કરવા માટે એક મહિલા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રહી છે. જેને લઇને NCBની ટીમ એરપોર્ટ પરથી મહિલાની અટકાયત કરી તપાસ કરતા સ્કૂલ બેંગમાં હેરોઇનનો જથ્થો સંતાડ્યો હતો. જે સ્કૂલ બેગમાં 2.121 કિલો હેરોઇન કુલ 15 કરોડની કિંમત મુદ્દામાલ કબજે કરી મહિલાની ધરપકડ કરી. વિદેશી મહિલા Laos દેશના Vientiane એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. જોકે વિદેશી મહિલા ડ્રગ્સ કેરિયર તરીકે કામ કરી રહી છે અને વિદેશથી ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે એક ટ્રીપના 5 હજાર ડોલર મળતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આ પણ વાંચો: મહિલા કર્મચારીએ વૃદ્ધને વિશ્વાસમાં લઈને રૂ. 18 લાખનું ફુલેકું ફેરવ્યું

ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ બાદ પૂછપરછ કરતા અત્યાર સુધી 3 વખત ભારત ડ્રગ્સની ડિલિવરી કરવા આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં અગાઉ ટ્રાવેલ્સ હિસ્ટ્રી જોતા વર્ષ 2022માં એપ્રિલ અને જૂન મહિનામાં દિલ્હી આવી હતી. ત્યારે પણ ડ્રગ્સ ડિલિવરી કર્યું હશે તેવી સંભાવના છે. વિદેશી મહિલા ટુર એન્ડ ટ્રાવેલ્સ તેમજ કોસ્મેટિક વસ્તુઓનો ધંધાના બહાને ડ્રગ્સની હેરાફેરી કરે છે. જોકે મહિલા 3 બાળકો છે અને પતિ સાથે છૂટાછેડા થયા હોવાથી એકલી રહે છે. પણ ડ્રગ્સ માફિયાના સંપર્કમાં આવી ગઈ હોવાથી ડ્રગ્સની હેરાફેરી કરી રહી હોવાની કબૂલાત કરી રહી છે. જોકે ભારતમાં ડ્રગ્સની ડિલિવરી કરવાની Laos દેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયા ફોનમાં સૂચના મળ્યા બાદ આપવાનું હતું. જોકે ડ્રગ્સ કોઈ પાસે પહોંચે તે પહેલાં જ NCB ટીમે હેરોઇનનાં જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાત મા ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા ડ્રગ્સ એરપોર્ટથી ઘુસાડી રહ્યા છે. આ મહિલાએ અત્યાર સુધી કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી અને ડ્રગ્સ પહોંચાડ્યું છે જેને લઇ વધુ તપાસ શરૂ કરી છે.