રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, બીજી તરફ અંગ દઝાડતી ગરમીની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત તો બીજી તરફ અંગ દઝાડતી ગરમીની આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી છે. આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદરમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ હવામાને આપ્યું છે.
કચ્છ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં ગરમીને લઈ યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી વાદળછાયાં વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લાના ચિંચલી પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભર ઉનાળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.