January 21, 2025

ડ્રોન બનશે દર્દીઓનો ‘સુપરમેન’, AIIMSએ ડ્રોનથી 40 કિમી દૂર મોકલી દવા

રાજકોટ: છેવાડાના ગામડા સુધી દવા મોકલવી હોય તો તે હવે ગુજરાતમાં શક્ય બની ગયું છે. આ પરથી એ પણ કહી શકાય કે હવે એ દિવસો પણ હવે દુર નથી કે છેવાડામાં રહેતા દરેક માનવી સુધી ગણતરીની મિનિટોમાં તાત્કાલિક દવા પહોંચી જાય. હવે તમને સવાલ થતો હશે એ કેવી રીતે શક્ય છે, તો તમને જણાવી દઈએ કે ડ્રોનથી 40 કિલોમીટર દૂર દવા મોકલવાનું ટ્રાયલ સફળ થયુ હતું.

ડ્રોન મારફતે થશે આ ફાયદો
રાજકોટ એઈમ્સથી લઈને સરપદડથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં દવા મોકલવામાં આવી હતી. આ ટ્રાયલ સફળ થવાના કારણે હવે લોકોને જે તે વિસ્તારોમાં ઝડપી ડ્રોન મારફતે દવા મળી રહેશે. અત્યાર સુધી ડ્રોન ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, સર્વેલન્સ અને ખેતરોમાં દવાના છંટકાવમાં મદદમાં આવતું હતું. હવે આરોગ્ય ક્ષેત્રમાં પણ ડ્રોનનાં દરવાજા ખુલી ગયા છે. થોડા જ સમયમાં હવે તમારા ઘરે ડ્રોન મારફતે દવા પહોંચી જશે. જેના કારણે દર્દીને તાત્કાલિક દવા મળી શકશે. ગયા વર્ષમાં ઉત્તરાખંડનાં દુર્ગમ ક્ષેત્રોમાં ઋષિકેશ એઈમ્સથી દવાઓ પહોંચાડવાની શરુઆત કરવામાં આવી હતી. જેમાં ટિહરીનાં જિલ્લા આરોગ્ય કેન્દ્ર સુધી દવાની ડિલીવરી કરીને સફળ ટ્રાયલ કરાયું હતું. ત્યારે થોડા જ સમયમાં રાજકોટ એઈમ્સ પણ આ સુવિધા જલ્દી જ શરૂ થઈ શકવાની સંભાવનાઓ છે.

આ પણ વાચો: જૂનાગઢમાં 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્યપાલની અધ્યક્ષતામાં ઉજવણી

ડ્રોન કરશે કનેક્ટિવિટી
ઈમરજન્સી કેસમાં આગામી થોડા જ સમયમાં એઈમ્સ દ્વારા 40 કિલોમીટર સુધીના વિસ્તારોમાં ડ્રોન મારફત દર્દીઓ સુધી દવાઓ પહોંચાડવાની સુવિધા શરૂ કરવામાં આવશે. જે જગ્યા પર કનેક્ટિવિટી નથી અને દર્દીઓને ઈમર્જન્સીમાં દવા મોકલવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં આ ડ્રોન મારફતે આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચતી કરવા માટે આયોજન કરાયું છે.

આ પણ વાચો: ગુજરાત પોલીસના 18 અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાયા

હોસ્પિટલનો આ તારીખથી પ્રારંભ
રાજકોટ એઈમ્સ ખાતે હાલ ઓપીડીની સેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં પહેલા તબક્કામાં 250 બેડની હોસ્પિટલનો પ્રારંભ કરવાનો છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે રાજકોટ એઈમ્સનું લોકાર્પણ સંભવત આગામી ફેબ્રુઆરી માસમાં કરાશે. થોડા જ દિવસો પહેલા મનસુખ માંડવીયાએ રાજકોટની મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે એઈમ્સના નિર્માણ કાર્ય અંગેની સમિક્ષા કરી હતી.