ડ્રાઇવિંગ લાઇસન્સનો બદલાયો નિયમ, એક ભૂલ અને ફાટશે રૂ. 25000 નો મેમો
New Driving Rules: 1 જૂનની શરૂઆત સાથે ઘણા નવા નિયમો અમલમાં આવ્યા છે અને ઘણા જૂના નિયમો બદલાયા છે. જો તમે કાર લઈને રસ્તા પર નીકળી રહ્યા છો. તો આજેથી ટ્રાફિક નિયમોમાં થનારા ફેરફારો વિશે ચોક્કસથી જાણી લો. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. ડ્રાઇવિંગ લાઇસન્સનો નવો નિયમ 1 જૂન 2024થી અમલમાં આવ્યો છે. જો કોઈ ભૂલ થાય છે તો 25,000 રૂપિયા સુધીનું ચલણ કાપી શકાય છે.
1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો બદલાયા
રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય (MoRTH) એ 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોને સરળ બનાવ્યા છે. લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. નવા નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ પ્રાઈવેટ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે. તમને જણાવી દઈએ કે પહેલા ડ્રાઇવિંગ ટેસ્ટ ફક્ત RTOમાં જ લેવામાં આવતી હતી. પરંતુ હવે તમે કોઈપણ માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ સ્કૂલમાં જઈને ત્યાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. આ માટે સરકાર તે કેન્દ્રોને પ્રમાણપત્રો આપશે. નવા નિયમો લાગુ થવાથી RTOમાં લાંબી કતારોમાંથી મુક્તિ મળશે. ડ્રાઇવિંગ ટેસ્ટ પછી કેન્દ્ર તમને એક પ્રમાણપત્ર આપશે. જેનો ઉપયોગ કરીને તમે RTOમાં લાયસન્સ માટે અરજી કરી શકશો.
આ પણ વાંચો: ખુશખબર: જૂન મહિનાની શરૂઆતમાં LPG ગેસ સિલિન્ડર થયો સસ્તો, જાણો નવા ભાવ
ફીમાં પણ સુધારો
કેન્દ્ર સરકારે 1 જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સની અરજી અને રિન્યુઅલ સંબંધિત ફીમાં પણ સુધારો કર્યો છે. નવા નિયમ હેઠળ કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા લર્નિંગ લાયસન્સ મેળવવા અથવા રિન્યુ કરાવવા માટે 200 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
જો ભૂલ થશે તો 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે
વધુ ઝડપે વાહન ચલાવનારાઓએ હવે સાવધાન રહેવાની જરૂર છે. જો તમે નિર્ધારિત મર્યાદા કરતા વધુ ઝડપે વાહન ચલાવતા પકડાશે તો 1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. જો કોઈ સગીર કાર ચલાવતા પકડાય છે, તો તેને 25,000 રૂપિયાના દંડનો સામનો કરવો પડશે. આટલું જ નહીં તેનું લાઇસન્સ 25 વર્ષ સુધી રિન્યુ કરવામાં આવશે નહીં. સગીરનાં માતા-પિતા અને વાહન માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વાહનનું રજીસ્ટ્રેશન પણ રદ કરી શકાય છે.