January 22, 2025

આ ભૂલ કરશો તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ થશે રદ

Driving License Cancel: ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવું એ કાયદા મુજબ સજાપાત્ર ગુનો છે. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી અને તમે વાહન ચલાવી રહ્યા છો તો તમને જેલની સાજાની અને દંડ ફટકારવામાં આવી શકે છે. જોકે જેમની ઉંમર 18થી વધારે છે તેમને વાહન ચલાવવાનો અધિકાર ચોક્કસ છે પરંતુ તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. તમારી પાસે એક વાર ડ્રાઇવિંગ લાયસન્સ આવી જાય પછી પણ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અમૂક કારણોને કારણે કેન્સલ કરવામાં આવી શકે છે. ચાલો જાણીએ કે કયા ગુના છે જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવી શકે છે.

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન
જો તમે સતત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો તમારું લાઇસન્સ રદ કરવામાં આવી શકે છે.

ઓવર સ્પીડ
ઓવર સ્પીડ વાહન ચલાવવાથી માત્ર માર્ગ અકસ્માતની શક્યતાઓ જ વધી જાય છે , પરંતુ જો ઓવરસ્પીડિંગ માટે દોષિત ઠરો છો તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: આજથી બદલાઈ ગયા આ 4 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

મોબાઇલ ફોનનો ઉપયોગ કરો
ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરો છો તો તમારું લાઇસન્સ રદ કરવામાં આવી શકે છે.

ફોગ લેમ્પનો દુરુપયોગ
ફોગ લેમ્પ્સનો ઉપયોગ તમે દુરુપયોગ કરીને કરો છો તમને દંડ થઈ શકે છે. કારણે શિયાળાની ઋતુમાં અને વરસાદ દરમિયાન ધુમ્મસને કાપવા માટે કરવામાં આવે છે.

પીને ડ્રાઇવિંગ
જો તમે દારૂ પીને વાહન ચલાવો છો, તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવી શકે છે. જેના કારણે દારૂ પી ને ક્યારે પણ વાહન ના ચલાવો.