January 15, 2025

ચા-કોફી પીવાથી છે જીવનું જોખમ, આજે જ આદત સુધારો

Food Tips: ચા અને કોફી ભારતમાં સૌથી વધારે પીવાતી કેફિન છે. મોટા ભાગના લોકોની દિવસની શરૂઆત આ બંન્ને પીણીથી જ થાય છે. તો કેટલાક લોકો દિવસના દર કલાકે ચા અથવા કોફી પીતા હોય છે. મોટા ભાગના લોકોને તેના નુકસાન વિશે ખબર હોવા છતાં દિવસ દરમિયાન 10થી વધારે વખત ચા-કોફી પીતા હોય છે. ચા અને કોફીનું સ્ટાર ઇન્ગ્રેડિયન્ટ કેફિન સીધું મગજ પર અસર કરે છે. કેટલાક સમય સુધી તમારી એનર્જી અને સતર્કતા ખુબ જ વધી જાય છે, પરંતુ વધુ પ્રમાણમાં કેફીન યુક્ત પીણી પીવાના કારણે મગજને નુકસાન પણ ખુબ જ થાય છે.

કેફિનના વધુ પડતા સેવનથી થતા નુકસાન
– ગભરામણ થવી
– ઉંઘમાં ઘટાડો થવો
– માથામાં દુખાવો અને માઈગ્રેનની સમસ્યામાં વધારો
– પાચનશક્તિને અસર
– હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા

આદત પડવી
કેફીનની આદત એક વખત પડી જાય એ બાદ તેને છોડવી ખુબ જ મુશ્કેલ બની જાય છે. એક વખત આદત થઈ ગયા બાદ જો તેને છોડવામાં આવે છે તો માથામાં દુખાવો, થાક લાગવો અને મૂડ ચિડચિડ થવા જેવી સમસ્યાઓ થાય છે.

સ્ટ્રેસ કંટ્રોલ ન થવો
એક કપ કોફી પીવાના કારણે થોડા સમય માટે ટેન્શન ઓછું થાય છે, પરંતુ જો તમે ટેન્શન ઓછું કરવા માટે દરેક વખતે કોફીનો સહારો લો છો તો તમને એક સમય બાદ કોફીથી ટેન્શન ઓછું નહીં થાય.

ગુસ્સામાં વધારો થવો
જે લોકો વધારે ચા કે કોફી પીએ છે. તેઓમાં બાકી લોકોના પ્રમાણમાં વધારે ગુસ્સો દેખાય છે. જેના કારણે એ લોકોના મગજ પર અસર કરે છે. તો કેટલાક લોકો જે અચાનક ચા કે કોફી પીવાનું છોડી દે છે. તેમની તબિયત પણ બગડી જાય છે.

ખાસ ધ્યાન રાખો
ચા કે કોફીની આદત ના પડે અથવા તો જો આદત પડી ગઈ હોય તેને છોડવા માટે માત્રા પર ધ્યાન આપવું. ચા કે કોફી યોગ્ય માત્રામાં અને ઓછી વખત પીવાના કારણે ધીરે ધીરે આદત છુટી જશે. આ ઉપરાંત ઓછી વખત કેફીન પીવના કારણે આદત પણ નહીં પડે.