December 19, 2024

તમે નવો સ્માર્ટફોન લેવાના છો? તો SAR વેલ્યૂને ઇગ્નોર ન કરતા

SAR: તમે નવો સ્માર્ટફોન લેવાના? તો આજે અમે તમારા માટે એક મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ. જેને તમે નવો ફોન લો ત્યારે અવગણના કરો છો પરંતુ ખરેખર તે તમારા માટે મહત્વપૂર્ણ છે. આવો જાણીએ એવું તો શું છે?

ધોરણ નક્કી કરવામાં આવ્યું
સંચાર મંત્રાલય દ્વારા સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ માટે SAR મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે. મોબાઈલ કે ટેબલેટ બનાવતી કંપની 1.6 વોટ પ્રતિ કિલોગ્રામથી વધુ રેડિયેશન ધરાવતું ઉપકરણ બનાવી શકતી નથી. જો તમે તમારા સ્માર્ટફોનની SAR કિંમત તપાસવા માંગતા હોવ તો તમે તેને ડાયલ પેડમાં *#07# લખીને શોધી શકો છો.

સ્વાસ્થ્ય પર સીધી અસર
મોટા ભાગના લોકો નવો ફોન ખરીદી કરવા જાય છે ત્યારે કેમેરા, ડિસ્પ્લે અને મેમરી જેવા ફીચર્સ પર ધ્યાન આપે છે. પરંતુ તમને શું માહિતી છે કે તમે ફોન ખરીદી કરો છો ત્યારે તમામ ફીચરની સાથે SAR વેલ્યુ તપાસવી ખૂબ જ જરૂરી છે. મોટા ભાગના લોકો આ આ વિશે કોઈ તપાસ કરતા નથી. પરંતુ તમને જણાવી દઈએ કે SAR વેલ્યુ યુઝર્સના શારીરિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. આ સાથે તમને નુકશાન પણ થઈ શકે છે.

આ પણ વાંચો: સ્માર્ટ જ નહીં આ છે ‘હેલ્ધી રિંગ’, ઊંઘમાં કેટલી વાર પડખું ફર્યા એ પણ કહેશે

રેડિયેશનની માત્રા
SAR મૂલ્યને ચોક્કસ શોષણ દરનું નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે SAR વેલ્યુ કોઈપણ મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનની માત્રા દર્શાવે છે. તો તમે પણ ફોનની ખરીદી કરો છો તો આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. SAR મૂલ્ય ધરાવતો ફોન ખરીદો છો તો તમે ગંભીર રીતે બીમાર કરી શકો છો. સ્માર્ટફોનમાં સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ વધારે જોવા મળે છે તેનો અર્થ એ છે કે રેડિયેશનનું જોખમ પણ વધારે છે.